તહેવારો વખતે ખરીદીમાં ચેતવા જેવું! બેન્કિંગ વ્યવહારોમાં જન્મતારીખ, 12345, iloveyou પાસવર્ડથી હેકર્સને બખ્ખાં

વિશ્વના 100 કરોડથી વધુ યુઝર્સ 12345ને પાસવર્ડ તરીકે ઉપયોગમાં લે છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
તહેવારો વખતે ખરીદીમાં ચેતવા જેવું! બેન્કિંગ વ્યવહારોમાં જન્મતારીખ, 12345, iloveyou પાસવર્ડથી હેકર્સને બખ્ખાં 1 - image


Secure Password Is So Important : ઈન્ટરનેટને આવ્યે વીસથી વધારે વર્ષ થયા પછી પણ નોર્ડ પાસના મતે રોજના 34 લાખ લોકો પાસ વર્ડ તરીકે 1234567ને પસંદ કરે છે જે માત્ર એક જ સેકન્ડમાં ક્રેક થઈ જાય છે. હાલમાં ચાલી રહેલા અનેક સર્વે થકી અને સાઈબર ક્રાઈમના અધિકરીઓ દ્વારા અનેકવાર ચેતવણી આપવા છતાં પણ સામાન્ય લોકોમાં 1234567 અને પોતાની બર્થ ડેટ એક કોમન પાસવર્ડ  તરીકે ઊભરી આવ્યો છે. દિવાળીના દિવસોમાં પૈસાનું ટ્રાન્સેક્શન વધુ થતું જોવા મળે છે. 

વિશ્વના 100 કરોડથી વધુ યુઝર્સ 12345ને પાસવર્ડ તરીકે ઉપયોગમાં લે છે

તહેવારોમાં ખાસ કરીને સોના-ચાંદી બજારોમાં, કપડાંના માર્કેટમાં અને સારા મૂર્હૂતના દિવસે રિઅલ એસ્ટેટમાં મોટા પાયે હેકરો ટાંપીને બેઠેલા જોવા મળે છે. ત્યારે આવા સમયે જે એકાઉન્ટના પાસવર્ડ બર્થડેટ કે પછી 1234567 નંબર સાથેના હોય છે તેને ક્રેક થતાં સેકન્ડો થાય છે. આ વિશે સાઈબર ક્રાઈમના ડીવાયએસપી જે.એમ.યાદવે જણાવ્યું હતું કે, પાસવર્ડ બાબતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક પાસવર્ડને સ્ટ્રોંગ બનાવવા માટેની ગાઈડલાઈન હોય જ છે. છતાં પણ કોઈને કોઈ કારણસર આપણે સામાન્ય પાસવર્ડ પસંદ કરીને તેને સરળ બનાવી દઈએ છે. આ એક લોકર જેવું કામ કરે છે. બને એટલો સ્ટ્રોંગ અને કોમ્પ્લિકેટેડ પાસવર્ડ નાંખવો જોઈએ અને તેને ઓનલાઈન લોકરમાં કે પોતાની અંગત ડાયરીમાં સેવ કરીને રાખવો જોઈએ તો બને એટલે હેકિંગના કિસ્સાની શક્યતાઓને નિવારી શકાય છે. ખાસ કરીને કંપનીના વાઈફાઈમાં કે સંસ્થાઓના વાઈફાઈમાં આવતાં જતાં લોકો અંદાજે 123567 કે લાગતાં વળગતાંની બર્થ ડેટ નાંખતા જ સોસાયટી કે કંપનીમાં ચાલતાં વાઈફાઈનો ઉપયોગ ઉપલબ્ધ થઈ જાય છે. મોટા ભાગના વડીલોની ટેન્ડેન્સી પોતાની બર્થડેટ કે ચાર શૂન્ય કે પછી 1234 નાંખીને પ્રક્રિયાને સરળ કરવાની હોય છે. નોર્ડ પાસ દ્વારા 123456, 123456789, 123454, qwerty, password 612345678,111111, 123, 1234567890ને વિશ્વના સૌથી સરળ પાસવર્ડ તરીકે દર્શાવ્યા છે. સાઈબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન સામાન્ય પાસવર્ડની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે જેમાં બર્થડેટ,password, 1234, 0000 જેવા પાસવર્ડને સૌથી સરળ ક્રેકિંગ પાસવર્ડ ગણવામાં આવે છે. આપણને ભલે પ્રિય વ્યક્તિને કહેલું આઈ લવ યુ યુનિક લાગતું હોય પરંતુ આ I Love You પાસવર્ડ કરોડો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

સ્ટ્રોંગ પાસવર્ડ ખૂબ જ જરૂરી 

બેન્કિંગ વિશે વાત કરતાં એક અધિકારી જણાવે છે કે અમે સતત પ્રયાસ કરીએ છીએ કે બીજી એબીસીડી, કોમ્પ્યુટરના કેટલીક સંજ્ઞાાઓ જેને લોઅર કેસ અને અપર કેસનો સંયુક્ત ઉપયોગ કરીને પાસવર્ડને સ્ટ્રોંગ બનાવવામાં આવે પરંતુ મોટા ભાગના લોકો આળસ અને યાદ ન રાખવાની આળસમાં આ ભૂલ કરી બેસે છે અને હેકરનો ભોગ બને છે. હમણાં જ અમદાવાદની એક કંપનીની દિવાલ પર ચઢીને કેટલાંક આસપાસના મજૂરો ઈન્ટરનેટ માટે વાઈફાઈનો ઉપયોગ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી તો કંપનીનો વાઈફાઈનો પાસવર્ડ 123456 હોવાનું માલૂમ પડતાં આખી વાતની જાણ થતાં પાસવર્ડ બદલી નાંખવામાં આવ્યો હતો.


Google NewsGoogle News