WPI: શાકભાજીના ભાવો વધતાં જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 50 ટકા વધી, ઈંધણ-વીજળીની કિંમતો ઘટી

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
WPI: શાકભાજીના ભાવો વધતાં જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 50 ટકા વધી, ઈંધણ-વીજળીની કિંમતો ઘટી 1 - image


WPI in March: શાકભાજીના રિટેલ ભાવોમાં ઘટાડાથી વિપરિત માર્ચમાં જથ્થાબંધ ભાવો વધ્યા છે. પરિણામે જથ્થાબંધ મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો (WPI) નજીવો 0.5 ટકા વધ્યો છે. જે ગતવર્ષે 0.2 ટકા હતો.

સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો (WPI) વાર્ષિક ધોરણે વધી માર્ચમાં 0.53 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 6.88 ટકા થઈ હતી. જે ગતવર્ષે 5.42 ટકા હતી. શાકભાજીમાં ફુગાવો ગતવર્ષે -2.39 ટકા સામે વધી 19.52 ટકા નોંધાયો છે.

માર્ચમાં બટાકા અને ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં 29.22 ટકાનો વધારો થયો હતો, જે માર્ચમાં 56.99 ટકા વધ્યો હતો. આગામી ખરીફ પાકની લણણી સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે. બટાકાનો જથ્થાબંધ ભાવ ફેબ્રુઆરીમાં 15.34 ટકાની સરખામણીએ માર્ચમાં 52.96 ટકા વધ્યો હતો. આંકડા મુજબ, એક વર્ષ પહેલા માર્ચ મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 36.83 ટકા અને બટાકાના ભાવમાં 25.59 ટકાનો ઘટાડો થયો હતો.


જથ્થાબંધ ખાદ્ય ફુગાવો વાર્ષિક ધોરણે 4.7% વધ્યો

ફેબ્રુઆરી, 2024ની તુલનામાં માર્ચ, 2024 મહિના માટે WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 0.40 ટકા હતો. જથ્થાબંધ ખાદ્ય ફુગાવો ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.1 ટકા વધ્યા બાદ માર્ચમાં વધીને 4.7 ટકા થયો હતો. ફેબ્રુઆરીમાં માસિક ધોરણે 0.11 ટકા વધ્યા પછી માર્ચમાં ખાદ્ય ફુગાવો 1.01 ટકા વધ્યો છે.

ઇંધણ અને વીજળીના જથ્થાબંધ ભાવમાં ઘટાડો

માર્ચ, 2024માં ફુગાવાનો દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મશીનરી અને સાધનો અને અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 4.87 ટકા વધ્યો હતો, જે ગયા વર્ષે સમાનગાળામાં 1.19 ટકાના ઘટાડા સાથે હતો. ઇંધણ અને વીજળીનો ફુગાવો માર્ચમાં 0.77 ટકા ઘટ્યો હતો.


Google NewsGoogle News