કોણ છે સુધા મૂર્તી, સામાન્ય જીવન જીવીને કઇ રીતે બન્યા લોકો માટે પ્રેરણા
નવી મુંબઇ,તા. 19 ઓગસ્ટ 2023, શનિવાર
વિશ્વની શ્રેષ્ઠ સોફ્ટવેર કંપનીઓમાંની એક ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ 19 ઓગસ્ટના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તે પોતે ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે.
એક મહિલા જેણે પોતાના જીવનની તમામ સમસ્યાઓનો સામનો કર્યો, સકારાત્મક દૃષ્ટિકોણ રાખ્યો અને સાદું જીવન જીવીને દેશભરના લોકો માટે પ્રેરણા બની ગયા. અમે વાત કરી રહ્યા છીએ સામાજિક કાર્યકર અને લેખિકા સુધા મૂર્તિની.
ઘણા લોકો સુધા મૂર્તિને ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પત્ની તરીકે જાણે છે, તેમની ઓળખ માત્ર તેમના પતિની સફળતા સુધી મર્યાદિત નથી. થોડા વર્ષો પહેલા કર્ણાટકની તમામ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર સુવિધાઓ દાખલ કરવાની સુધા મૂર્તિની સાહસિક પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી એવા સમયે પૂર્ણ કરી જ્યારે એન્જિનિયરિંગ અને એન્જિનિયર બનવું બંને મહિલાઓ માટે માત્ર એક સ્વપ્ન હતું. આટલું જ નહીં, શિક્ષણ પૂરું કર્યા પછી, તેમણે ટેલ્કો (હવે ટાટા મોટર્સ)માં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સંસ્થાના પ્રથમ મહિલા એન્જિનિયર હતા.
સુધા મૂર્તિએ પોતાના કરિયરની શરૂઆત કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગથી કરી હતી. સુદા મૂર્તિ સમાજસેવા પણ કરે છે. તેમણે ભારતમાં અનેક અનાથાશ્રમોની સ્થાપના કરી છે, ગ્રામીણ વિકાસના પ્રયાસોમાં ભાગ, કર્ણાટકની તમામ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર અને લાઈબ્રેરીની સુવિધા પૂરી પાડવાની ચળવળને ટેકો આપ્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મૂર્તિ ક્લાસિકલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી.
આ સિવાય સુધા મૂર્તિ પુસ્તકોના શોખીન છે. તેમણે અંગ્રેજી અને કન્નડ ભાષાઓમાં ઘણા પુસ્તકો લખ્યા છે, જે સામાન્ય રીતે તેના વાસ્તવિક જીવનના અનુભવો પર આધારિત છે. સુધા મૂર્તિને ઘણા પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.
કુલ મિલકત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુધા મૂર્તિની કુલ સંપત્તિ 775 કરોડ રૂપિયા છે, જે તેમના પુસ્તકો અને લઘુ કથાઓની સાથે સાથે તેમજ ઇન્ફોસિસ ફાઉન્ડેશનથી મળનારી રોયલ્ટીથી સંબંધિત છે. આ સાથે જ તેમની વાર્ષિક કમાણી 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.