એક સમયે બજેટ રજૂ કરતા સમયે ઈન્દિરા ગાંધીએ સંસદની માફી માંગી હતી, રજૂ થયું હતું 'બ્લેક બજેટ'
જયારે પણ બજેટ રજૂ થાય છે ત્યારે તેમાં જાહેર થઇ યોજનાઓના કારણે લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે
પરંતુ દરેક વખત બજેટ ફાયદાકારક જ રહે તે જરૂરી નથી
Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2024 એટલે કે આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. મહિલા નાણામંત્રી તરીકે આ તેમનું છઠ્ઠું બજેટ હશે. જ્યારે પણ બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે કારણ કે આ દરમિયાન અનેક પ્રકારની યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ એવું જરૂરી નથી કે બજેટ હંમેશા તમારા ફાયદા માટે જ હોય. દેશના બજેટના ઈતિહાસ પર નજર કરીએ તો એક સમય એવો આવ્યો કે જ્યારે આખો દેશ એવી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હતો કે તત્કાલીન નાણામંત્રીએ 'બ્લેક બજેટ' રજૂ કરવું પડ્યું હતું. બજેટના ઈતિહાસ સાથે જોડાયેલી આ ઘટના વિશે જાણીએ.
Budget 2024 live updates : અહીં ક્લીક કરો
વર્ષ 1973-74 ના બજેટને કહેવામાં આવે છે બ્લેક બજેટ
ભારતમાં વર્ષ 1973-74 ના બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. તે સમયે દેશમાં કોંગ્રેસ સરકાર હતી અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તેમજ ખરાબ ચોમાસાના કારણે દેશમાં દુષ્કાળ પડ્યો હતો. આ સંજોગોને કારણે સરકારનો ખર્ચ તેની કમાણી કરતાં ઘણો વધી ગયો અને દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું. ત્યારે તત્કાલિન નાણામંત્રી યશવંત રાવ બી ચવ્હાણે દેશનું બ્લેક બજેટ રજૂ કરવું પડ્યું હતું.
આ બજેટમાં રૂ. 550 કરોડની ખોટ હતી. તે સમયે તત્કાલિન નાણામંત્રી યશવંતરાવ ચવ્હાણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં દુષ્કાળ અને ખાદ્યાન્ન ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે બજેટરી ખાધ વધી છે. તેથી બ્લેક બજેટ રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારથી આ બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે.
શું છે બ્લેક બજેટ?
જ્યારે સરકારનો ખર્ચ તેની કમાણી કરતાં વધુ હોય ત્યારે સરકારે કાપ મૂકવો પડે છે. આવા બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. ધારો કે સરકારની આવક રૂ. 500 છે અને તેનો ખર્ચ રૂ. 550 છે, તો આ ખાધને પહોંચી વળવા માટે સરકાર તેના બજેટમાં અનેક કાપ મૂકશે. આવા બજેટને બ્લેક બજેટ કહેવાય છે. સ્વતંત્ર ભારતમાં આજ સુધી બ્લેક બજેટ માત્ર એક જ વાર રજૂ કરવામાં આવ્યું છે. તે સમયે ભારત સરકારે 550 કરોડનું ખાધનું બજેટ રજૂ કર્યું હતું.
ઈન્દિરા ગાંધીએ સંસદની માફી માંગી
28 ફેબ્રુઆરી 1970 ના રોજ, ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીએ પીએમ પદ સાથે નાણામંત્રી તરીકે, દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરેક વ્યક્તિ ઈન્દિરા ગાંધીના સ્વભાવથી વાકેફ હતા, ખાસ કરીને તેમના કડક સ્વરથી. તેમના બજેટ ભાષણમાં જ્યારે ઈન્દિરાએ કહ્યું કે મને માફ કરી દો, ત્યારે લોકસભાના મોટાભાગના સભ્યો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું થવાનું છે, જે પહેલા ઈન્દિરા ગાંધીએ માફી માંગી હતી. ઇન્દિરા ગાંધીને દેશની આવક વધારવી હતી, તેથી તેણે પોતાના બજેટમાં સિગારેટ પરની ડ્યુટી 3 થી વધારીને 22 ટકા કરી. આથી ડ્યુટી વધારતા પહેલા તેમણે માફી માંગી હતી. આ ડ્યૂટી વધાર્યા બાદ સરકારની આવકમાં 13.50 કરોડ રૂપિયાનો વધારાનો વધારો થયો હતો. ત્યારબાદ 1973-74 માં તત્કાલીન નાણામંત્રી યશવંતરાવ ચવ્હાણે બ્લેક બજેટ રજૂ કર્યું હતું.