Get The App

આસમાને પહોંચ્યા ઘઉંના ભાવ, લોટ ખરીદવો પણ મોંઘો, જાણો ગુજરાત સહિતના રાજ્યોમાં ઘઉંની કિંમત

ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબના માર્કેટમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો

ગુજરાતમાં પણ પ્રતિ ક્વિન્ટર ઘઉંનો કિંમત રૂ.3000ની નજીક

Updated: Feb 5th, 2023

GS TEAM


Google News
Google News
આસમાને પહોંચ્યા ઘઉંના ભાવ, લોટ ખરીદવો પણ મોંઘો, જાણો ગુજરાત સહિતના રાજ્યોમાં ઘઉંની કિંમત 1 - image
Image - wikipedia

નવી દિલ્હી,તા.05 ફેબ્રુઆરી-2023, રવિવાર

ગત વર્ષે ઘઉંનું થયેલું ઓછું ઉત્પાદન અને રશિયા-યૂક્રેનના કારણે માંગ વધતા દેશમાં ઘઉંનો ભાવ સતત વધી રહ્યો છે. વર્ષભરમાં ઘઉંના ભાવ 16 ટકા વધ્યો છે અને હવે દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા 3000ને પાર થયા છે. બીજી તરફ પૂર્વ ભારતની APMCમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઓછામાં ઓછા ટેકાના ભાવ (MSP)થી ઉપર ઘઉં વેચાઈ રહ્યા છે. ઘઉંની કિંમતો વધવાના કારણે ઘઉંના લોટનો ભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લોટનો ભાવમાં 19 ટકા જેટલો વધારો થતાં 35થી 40 રૂપિયે કિલો મળી રહ્યો છે.

કેટલાક રાજ્યોમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ કિંમત રૂ.3000ને પાર

દિલ્હીમાં પ્રતિ ક્વિટર ઘઉંની કિંમત રૂ.3,044.50 પર પહોંચી ગઈ છે. તો ઉત્તર પ્રદેશમાં ઘઉંની કિંમત 3000 પ્રતિ ક્વિન્ટરને પાર પહોંચી ગઈ છે. ઘઉંનો સપ્લાય ઘટતા કિંમતોમાં વધારો થવાનું યથાવત્ છે. સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ કિંમત સ્પષ્ટ ન હોવાથી પણ ઘઉંની કિંમતો વધી રહી છે. ઉલ્લેખનિય છે કે, 2023માં ઘઉંની પ્રતિ ક્વિન્ટર કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ 2,125 રૂપિયા છે. 16 જાન્યુઆરી 2023ના રોજ APMCમાં  ઘઉંની કિંમતો પર નજર નાખીએ તો, ઈન્દોરમાં પ્રતિ ક્વિન્ટર ઘઉંની કિંમત રૂ.2800, કાનપુર APMCમાં ઘઉંની કિંમત 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટર, દિલ્હી APMCમાં 3044.50 રૂપિયા પ્રતિક્વિન્ટલ અને કોટામાં 2,687.50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ઘઉં વેચાઈ રહ્યા છે.

ઘઉં કેમ મોંઘા થઈ રહ્યા છે ?

ઘઉંની વધતી કિંમતો અંગે જાણકારોનું કહેવું છે કે, ખુલ્લા માર્કેટમાંથી ઘઉંની સપ્લાય થઈ રહી નથી. પૂર્વ ભારતની APMCમાં ઘઉંની અછત છે. ઉત્તરપ્રદેશની APMCમાં પણ સ્ટોક ખુબ જ ઓછો છે. ઉત્તરપ્રદેશની APMCમાં ગુજરાતમાંથી ઘઉં આવી રહ્યા છે. હરિયાણા અને પંજાબમાં પણ જથ્થા બંધ વેપારી અને ખેડૂતો પાસે પણ ઘઉંનો સ્ટોક ઓછો છે. આવી સ્થિતિમાં ઓછા પુરવઠાના કારણે માંગ વધવાથી ઘઉંની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે લોટ મિલોને પણ ઘઉં મેળવવામાં મુશ્કેલી પડી રહ્યી છે.

ગુજરાતની APMCમાં પ્રતિ ક્વિન્ટર ઘઉંની કિંમત (4 ફેબ્રુઆરી-2023)

જાત

APMC

ન્યૂનત્તમ
કિંમત

મહત્તમ
કિંમત

147
સરેરાશ

દાહોદ

2600

2700

બંસી

સાવરકુંડલા

2900

3270

હાઇબ્રિડ

સિદ્ધપુર

2600

3205

સ્થાનિક

ચોટીલા

2000

2600

સ્થાનિક

મોરબી

2675

2885

લોક-1

માંગરોળ

2700

2750

લોકવાન

પોરબંદર

2375

2375

લોકવાન

જૂનાગઢ

2500

2755

લોકવાન

દાહોદ

2600

2700

લોકવાન

સાવરકુંડલા

2525

2790

લોકવાન

રાજકોટ

2515

2810

લોકવાન

ધોરાજી

2255

2750

લોકવાન

અમરેલી

2965

2965

લોકવાન
ગુજરાત

મહેમદાવાદ

2200

2350

લોકવાન
ગુજરાત

બગસરા

2425

3010

મધ્યમ દંડ

કોડીનાર

2195

3135

અન્ય

જંબુસર

2000

2400

અન્ય

લીમખેડા

2250

2450

અન્ય

દહેગામ
(રેખિયાલ)

2550

2700

અન્ય

ડીસા

2675

2710

અન્ય

પોરબંદર

2600

2815

અન્ય

દહેગામ

2650

2895

અન્ય

થરા
(શિહોરી)

2610

2960

અન્ય

તલોદ

2400

3185

અન્ય

ધ્રોલ

2700

3000

અન્ય

વિસનગર

2685

3050

અન્ય

ધાનેરા

2625

3150

અન્ય

થરા

2690

3100

રાજસ્થાન
ટુકડી

માંગરોળ

2750

2800

રાજસ્થાન
ટુકડી

અમરેલી

2250

3090

શરબતી

જૂનાગઢ

2500

2855

શરબતી

રાજકોટ

2600

3000

સોનાલીકા

હિમતનગર

2750

3500

Tags :