ક્રેડિટ કાર્ડ વાપરતાં હોવ તો ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, બેન્ક ઘટાડી દેશે લિમિટ
Credit Card limit: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પર નજર કરીએ તો માર્ચ 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ વધીને 4072 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી કરવામાં ઘણીવાર મોડુ કરો છો, તો બેંક તમને જોખમી ગ્રાહક તરીકે રીતે ગણે છે. બેંકને લાગે છે કે, તમારી પાસે ક્રેડિટ કાર્ડની બાકી રકમ સરળતાથી ચુકવવા માટે પૂરતા પૈસા નથી જેના કારણે બેંક તમારી ક્રેડિટ લિમિટ ઘટાડી નાખે છે.
1. પેમેન્ટ ડિફોલ્ટ કરવા પર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પર નજર કરીએ તો માર્ચ 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ વધીને 4072 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી કરવામાં ઘણીવાર મોડુ કરો છો, તો બેંક તમને જોખમી ગ્રાહક તરીકે રીતે ગણે છે. બેંકને લાગે છે કે, તમારી પાસે ક્રેડિટ કાર્ડની બાકી રકમ સરળતાથી ચુકવવા માટે પૂરતા પૈસા નથી જેના કારણે બેંક તમારી ક્રેડિટ લિમિટ ઘટાડી નાખે છે.
2. મિનિમમ ડ્યુ ચુકવ્યા પછી બાકી રકમ આગળ લઈ જવી
કેટલાક એવા લોકો હોય છે કે, જેઓ મિનિમમ ડ્યુ ચૂકવ્યા પછી, આગામી મહિના સુધી તેમની બાકી રકમને આગળના મહિનામાં લઈ જાય છે. જો તમે આવું બે-ત્રણ વાર કરો તો કોઈ વાંધો નથી, કારણ કે આવી સ્થિતિમાં તમે બાકી રકમ પર વ્યાજ ચૂકવો છો, જે ક્રેડિટ કાર્ડ કંપનીને કમાય છે. પરંતુ જો તમે આને તમારી પ્રેક્ટિસ બનાવી લો, તો આના કારણે તમારું બાકી દેવું વધતું જશે અને શક્ય છે કે તમે દેવાની જાળમાં બરોબર ફસાઈ જશો. આવામાં તમારી લોનની ચૂકવવી કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જે ક્રેડિટ કાર્ડ કંપની માટે એક મોટું જોખમ છે. આવી સ્થિતિમાં પણ કંપનીઓ ગ્રાહકોની કાર્ડ લિમિટ ઘટાડી દેતી હોય છે.
3. જરુરિયાત કરતાં વધારે ક્રેડિટ લિમિટનો ઉપયોગ
એવા પણ ઘણા ગ્રાહકો છે, કે જેઓ તેમની ક્રેડિટ કાર્ડ લિમિટનો વધુ પડતો ઉપયોગ કરે છે. તમને મળેલી લિમિટ અને જેટલી રકમનો ઉપયોગ કરો છો, તેને યૂટિલાઈઝેશન રેશિયો કહેવામાં આવે છે. જો આ યૂટિલાઈઝેશન રેશિયો વધી જાય તો પણ ક્રેડિટ મર્યાદા ઘટાડી દેવામાં આવે છે. ધારો કે તમારા કાર્ડ પર 1 લાખ રૂપિયાની મર્યાદા છે, અને તમે દર મહિને રુપિયા 80 હજારથી 90-95 હજારની મર્યાદાનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે નેગેટિવ પોઈન્ટ છે. હકીકતમાં ક્રેડિટ કાર્ડ કંપનીઓ આવા લોકોને એવી રીતે જુએ છે કે, તેઓ વધુ પડતી ક્રેડિટ લે છે અને રિસ્કી વપરાશકર્તાઓ બની શકે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત ગ્રાહકોની ક્રેડિટ લિમિટ ઓછી કરી નાખે છે.
4. વધુ પડતાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો
કેટલીકવાર ગ્રાહકો એક પછી એક બધા ક્રેડિટ કાર્ડ લઈ લેતા હોય છે. જેના કારણે તેમની કુલ લિમિટ ઝડપથી વધે છે. ધારો કે તમારા એક કાર્ડની ક્રેડિટ લિમિટ 1 લાખ રૂપિયા છે, અને તમારી પાસે કુલ 10 ક્રેડિટ કાર્ડ છે, તો તમારી કુલ લિમિટ 10 લાખ રુપિયા થઈ જશે. પરંતુ હવે જો તમે આ કાર્ડ્સનો વધારે ટાઈમ ઉપયોગ કરો છો, તો પણ બેંકને લાગશે કે, તમે લોન પર ખૂબ નિર્ભર છો અને તમે રિસ્કી યુઝર છો. જેથી કરીને બેંક આ સ્થિતિમાં તમારી ક્રેડિટ લિમિટ ઘટાડી શકે છે.
5. કાર્ડનો ખૂબ ઓછો ઉપયોગ કરવો
કેટલાક એવા ગ્રાહકો પણ હોય છે, જેઓ ક્રેડિટ બનાવી તો લે છે, પરંતુ તેમને કાર્ડનો બરોબર ઉપયોગ કરતાં આવડતું નથી, અથવા તેમને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ઓછું પસંદ કરે છે. પરિણામ એ છે કે, તેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ભાગ્યે જ કરતાં હોય છે. બેંકો દ્વારા આવા ગ્રાહકોની ક્રેડિટ લિમિટ પણ ઓછી કરી દેવામાં આવે છે, કારણ કે બેંકોને ત્યારે જ ફાયદો થશે, જ્યારે તેઓ તેમના કાર્ડનો વ્યાપક ઉપયોગ કરશે.