શું હોય છે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ મુહુર્ત, જાણો તેનું મહત્વ અને તે શા માટે કરવામાં આવે છે
મુહૂર્ત ટ્રેડિંગ સાંજે 6.15 થી 7.15 વાગ્યા સુધી
પ્રી-ઓપનિંગ 6 વાગ્યાથી લઈને 6.08 વાગ્યા સુધી
તા. 8 નવેમ્બર 2023, બુધવાર
stock market trading muhurat : દિવાળીના દિવસે શેરબજાર બંધ રહે છે. દિવાળી એવો દિવસ હોય છે કે જ્યારે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીની પૂજાના દિવસે લક્ષ્મીના સ્ત્રોતને પુરી રીતે બંધ કરવો તે યોગ્ય નથી. એટલા માટે આ દિવસે થોડાક સમય માટે ટ્રેડિંગ કરવામાં આવે છે. તેને મુહૂર્ત કહેવામાં આવે છે, આ સાંજે એક કલાક માટે કરવામાં આવે છે અને તેનો ટાઈમિંગ પહેલેથી જ કહી દેવામાં આવતો હોય છે
સાંજે 6.15થી 7.15 વાગ્યા સુધી ગ્રાહકો ટ્રેડિંગ કરી મુહૂર્ત કરી શકશે
આ 12 નવેમ્બર 2023ને રવિવારના રોજ સાંજે 6 વાગ્યાથી સવા 7 વાગ્યા સુધી ચાલશે. તેમજ સાંજે 6 થી 6.15 વાગ્યા સુધી પ્રી-ઓપનિંગ થશે. એટલે સાંજે 6.15થી 7.15 વાગ્યા સુધી ગ્રાહકો ટ્રેડિંગ કરી તેમનુ મુહૂર્ત કરી શકશે. આ સિવાય બ્લોક ડીલ વિંડો 5.45 વાગે ખુલી જશે. જો કોઈને ટ્રેડમાં કોઈ ફેરફાર કરવો હોય તો તે 7.25 વાગે થશે. મુહૂર્ત ટ્રેડિંગનો ક્લોઝિંગ સેશન 7.25 થી 7.35 વાગ્યા સુધી થશે.
શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ અને કેમ કરવામાં આવે છે
આ એક પરંપરાગત ટ્રેડ હોય છે અને આ શુભ દિવસ હોય છે. આ દિવસે રોકાણકારો સૌભાગ્યશાળી વર્ષની મનોકામના સાથે થોડીવાર માટે ટ્રેડ કરે છે. આ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. લોકોનું માનવુ છે કે આ શુભ ઘડીમાં જો ટ્રેડિંગ કરવામાં આવે તો આખુ વર્ષ સફળતા મળી રહે છે અને ધન લાભ થાય છે.
આ સમયમાં ટ્રેડિંગ મુહૂર્ત કરવાથી ભવિષ્યમાં લાભ રહે છે
જો તમે ટ્રેડિંગ અથવા રોકાણની શરુઆત કરવા ઈચ્છો છો, તો તેમાં તમારી માટે આનાથી સારો સમય કદાચ બીજો કોઈ નહી હોય. આ સમયમાં મોટાભાગના લોકો સ્ટોક ખરીદે છે અને તે દિવસે બજારમાં થોડા સમય માટે તેજી હોય છે. જેમા કેટલાક લોકો 1 કલાકમાં જ લાખો રુપિયાની કમાણી કરી લેતા હોય છે.