Get The App

સરકારની નાની બચત યોજનાઓના માર્ચ ત્રિમાસિક વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં કેટલું રિટર્ન

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
સરકારની નાની બચત યોજનાઓના માર્ચ ત્રિમાસિક વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં કેટલું રિટર્ન 1 - image


PPF Interest Rate: કેન્દ્ર સરકારે પીપીએફ સહિત સરકારી નાની બચત યોજનાઓ માટે નવા વ્યાજદર જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર દર ત્રિમાસિકમાં આ યોજનાઓના વ્યાજમાં મોંઘવારીના આધારે ફેરફાર કરે છે. જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર માર્ચ ત્રિમાસિકમાં 7.1 ટકા વ્યાજ મળશે. પીપીએફ યોજના પર 7.1 ટકાનો વ્યાજદર 1 એપ્રિલ, 2020થી લાગુ છે. તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે પહેલાં 7.9 ટકા વ્યાજ મળતું હતું.

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં મોટાભાગની સ્કીમમાં વ્યાજદર યથાવત્ રખાયા છે. જાન્યુઆરીથી માર્ચ, 2025 ત્રિમાસિક દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર 4 ટકા વ્યાજદર યથાવત્ રખાયો છે.

આ પણ વાંચોઃ દેશમાં રોજ સરેરાશ રૂ. 60 કરોડની સાયબર ચોરી, સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ

નાની બચત યોજનાઓના વ્યાજદર (એપ્રિલ ત્રિમાસિક, 2024-25)

નાની બચત યોજનાવ્યાજદર
સેવિંગ્સ ડિપોઝિટ4 ટકા
1 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ6.9 ટકા
2 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ7.0 ટકા
3 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ7.1 ટકા
5 વર્ષીય પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ7,5 ટકા
5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ6.7 ટકા
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ7.7 ટકા
કિસાન વિકાસ પત્ર7.5 ટકા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ7.1 ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના8.2 ટકા
સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ8.2 ટકા
મંથલી ઈનકમ એકાઉન્ટ7.4 ટકા


નાની બચત યોજનાઓનો હેતુ

કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષિત અને નાના રોકાણકારો માટે નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનું સંચાલન પોસ્ટ ઓફિસ તેમજ અમુક બેન્કો દ્વારા થાય છે. જેને ત્રણ કેટેગરીમાં ફાળવવામાં આવી છે. પ્રથમ સેવિંગ્સ ડિપોઝિટ, બીજુ સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને ત્રીજુ મંથલી  ઈનકમ પ્લાન. સેવિંગ્સ ડિપોઝિટમાં પીપીએફ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમને આવરી લેવામાં આવી છે. સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સમાવિષ્ટ છે. જ્યારે મંથલી ઈનકમ પ્લાનમાં મંથલી ઈનકમ એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો.

સરકારની નાની બચત યોજનાઓના માર્ચ ત્રિમાસિક વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં કેટલું રિટર્ન 2 - image


Google NewsGoogle News