Get The App

Rule 72 શું છે? જેના દ્વારા તમને ખ્યાલ આવી જશે કે કેટલા સમયમાં થશે પૈસા ડબલ

આ એક એવો નિયમ છે કે જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે નક્કી કરેલા વ્યાજદર પર તમારી રકમ કેટલા સમયમાં ડબલ થશે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
Rule 72 શું છે? જેના દ્વારા તમને ખ્યાલ આવી જશે કે કેટલા સમયમાં થશે પૈસા ડબલ 1 - image


Howmuch Time will it take for your money to double: જયારે વાત સેવિંગ્સની આવે છે ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે કે કેટલા સમયમાં પૈસા ડબલ થઇ શકે છે. તે મુજબ જ ઇન્વેસ્ટમેન્ટની રકમ નક્કી કરવામાં આવે છે. જેના કારણે લગ્ન, બાળકોનું ભણતર તેમજ રિટાયરમેન્ટ માટે ફંડ ભેગું કરી શકાય છે. અર્થશાસ્ત્રમાં એવા ઘણા નિયમો છે જેના કારણે તમે સરળતાથી જાણી શકો છો કે કોઈ નિશ્ચિત વ્યાજદરે કેટલા સમયમાં પૈસા ડબલ થઇ શકે છે. તેના માટે એક અર્થશાસ્ત્રના રુલ 72 વિષે જાણીએ, જેની મદદથી તમે આ બાબત સરળતાથી જાણી શકો છો.

રુલ 72 શું છે?

નિયમ 72 ની મદદથી જાણી શકાય છે કે કેટલા સમયમાં પૈસા ડબલ થશે. તેના માટે તમારે રોકાણ પર મળતા વ્યાજને 72 વડે ભાગવાનું રહેશે. જેમકે તમે બેંક ઇન્વેસ્ટમેન્ટ પર 7 ટકા વ્યાજ મેળવો છો તો 72ને 7 વડે ભાગતા જે રકમ મળશે તેટલા સમયમાં તમારા પૈસા ડબલ થઇ જશે. એટલે કે 72ને 7 વડે ભાગતા 10.28 મળશે જેનો અર્થ થાય છે કે 7 ટકા વ્યાજ પર તમારા પૈસા 10.28 વર્ષમાં ડબલ થઈ જશે.

આ નિયમ ત્રિમાસિક અને છમાસિકમાં લાગુ પડે 

વાર્ષિક સાથે, આ નિયમ ત્રિમાસિક અને છમાસિક પર પણ લાગુ પડે છે અને તેના આધારે તમે ગણતરી કરી શકો છો કે કેટલા ત્રિમાસિક અને છમાસિકમાં પૈસા બમણા થશે. ઉદાહરણ તરીકે, જો તમને બોન્ડ પર 3 ટકા ત્રિમાસિક વ્યાજ મળે છે, તો નિયમ 72 લાગુ કરવાથી, તમારા પૈસા 72/3 = 24 ક્વાર્ટર્સમાં એટલે કે કુલ 6 વર્ષમાં બમણા થઈ જશે. ઉદાહરણ તરીકે, જો તમને કોઈપણ બોન્ડ પર 12 ટકા અર્ધવાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, તો તમારા પૈસા 72/12 એટલે કે 6 અડધા વર્ષ (3 વર્ષ) માં બમણા થઈ જશે. 

Rule 72 શું છે? જેના દ્વારા તમને ખ્યાલ આવી જશે કે કેટલા સમયમાં થશે પૈસા ડબલ 2 - image


Google NewsGoogle News