ક્રાઉડફંડિંગ : જેની મદદ કોંગ્રેસ પાર્ટી ફંડ એકઠું કરવા લેશે, દુનિયાના મોટા દેશોમાં આ પદ્ધતિ છે સફળ

દેશની કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ એવું જાહેર કર્યું છે કે તે ક્રાઉડફંડિંગથી ફંડ ભેગું કરવા ઈચ્છે છે

અમેરિકા અને યુરોપમાં ક્રાઉડફંડિંગ ખૂબ જ અસરકારક પધ્ધતિ છે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ક્રાઉડફંડિંગ : જેની મદદ કોંગ્રેસ પાર્ટી ફંડ એકઠું કરવા લેશે, દુનિયાના મોટા દેશોમાં આ પદ્ધતિ છે સફળ 1 - image


What is Crowdfunding: દેશમાં રાજકીય પક્ષો દ્વારા ક્રાઉડફંડિંગની પ્રથા ભારતમાં ખૂબ જ ઓછી પ્રચલિત છે. જેની શરૂઆત આમ આદમી પાર્ટીએ ખૂબ જ મર્યાદિત રીતે શરૂઆત કરી હતી. હવે કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે જનતા વચ્ચે જશે અને ક્રાઉડફંડિંગ માટે અપીલ કરશે. અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ક્રાઉડફંડિંગ ખૂબ જ લોકપ્રિય અને અસરકારક પદ્ધતિ છે. જેના દ્વારા અત્યારના સમયમાં લોકો પાસેથી ઓનલાઈન પૈસા માંગવામાં આવે છે.  

ક્રાઉડફંડિંગનો ઉપયોગ એન્ટરપ્રાઇઝથી લઈને માનવીય મદદ જેવી ઘણી બધી બાબતો માટે કરવામાં આવે છે. વિકિપીડિયાનો સમાવેશ વિશ્વની સૌથી મોટી વેબસાઈટમાં થાય છે. તે તેની સાઈટ પર ક્યારેય કોઈ જાહેરાતનો ઉપયોગ કરતી નથી. પરતું પોતાના ખર્ચ અને કામગીરીને પહોંચી વળવા માટે ક્રાઉડફંડિંગનો ઉપયોગ કરે છે અને તેમને આર્થિક મદદ પણ મળી રહે છે. 

શું હોય છે ક્રાઉડફંડિંગ? 

ક્રાઉડફંડિંગ એટલે કોઈ નવા વ્યવસાયિક સાહસ કે સંસ્થાને ફંડ ભેગું કરવા માટે મોટી સંખ્યામાં લોકો પાસેથી નાની રકમનો ઉપયોગ છે. રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, રાજકીય પક્ષો, સંગઠનો અને ઝુંબેશને મદદ કરવા માટે સોશિયલ મીડિયા તેમજ ક્રાઉડફંડિંગ વેબસાઇટ્સ દ્વારા લોકો સુધી પહોંચવું અને તેમની પાસેથી ફંડ ભેગું કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પડે છે. ક્રાઉડફંડિંગની મદદથી યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ઘણી કંપનીઓ, સ્ટાર્ટઅપ, સંસ્થાઓ અને રાજકીય દળો સરળતાથી ફંડ એકઠું કરી શકે છે. નાની કંપની તેમજ સ્ટાર્ટઅપ માટે ક્રાઉડફંડિંગ ખૂબ જ કામની રીત છે.  

પહેલા ક્રાઉડફંડિંગનું સ્વરૂપ શું હતું અને હવે શું?

અગાઉ અમેરિકન ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના સ્વયંસેવકો ઘરે ઘરે જઈને લોકો પાસેથી ડોનેશન માંગતા હતા. આજે, રાજકારણીઓ તેમના સમર્થકો પાસેથી દાન એકત્રિત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અમેરિકાના મોટાભાગના સેનેટરો આ પ્રકારના રાજકીય ક્રાઉડફંડિંગ પર આધાર રાખે છે. હવે આ સહાયક સમુદાયમાં મજબૂત લાગણી પેદા કરવાનો માર્ગ બની રહ્યો છે.

ક્રાઉડફંડિંગનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે?

ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ કુદરતી આફતો, ભારે તબીબી ખર્ચ અથવા ઘરમાં આગ જેવી ઘટનાઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે અસરકારક સાબિત થયા છે. તાજેતરના વર્ષોમાં, કલાકારો, લેખકો, સંગીતકારો અથવા સર્જનાત્મક લોકોએ આવકનો સ્થિર સ્ત્રોત હાંસલ કરવા માટે ક્રાઉડફંડિંગનો ખૂબ ઉપયોગ કર્યો છે.

પ્રથમ વખત ક્રાઉડફંડિંગ ક્યારે થયું?

1997માં યુકેમાં એક મ્યુઝીક ગ્રુપે કોન્સર્ટ માટે તેમના ફેન્સ પાસેથી નાણા એકત્ર કર્યા હતા. આર્ટિસ્ટશેર એ પ્રથમ ક્રાઉડફંડિંગ સાઇટ હતી. જે 03 વર્ષ પછી શરૂ કરવામાં આવી હતી. હવે તે કંપનીઓ માટે મૂડી એકત્ર કરવાનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.

ક્રાઉડફંડિંગ : જેની મદદ કોંગ્રેસ પાર્ટી ફંડ એકઠું કરવા લેશે, દુનિયાના મોટા દેશોમાં આ પદ્ધતિ છે સફળ 2 - image



Google NewsGoogle News