જો ભાજપ ત્રીજી વખત સત્તામાં આવશે તો અર્થતંત્રનું શું થશે? વાંચો અમેરિકાની જાણીતી કંપનીનો રિપોર્ટ
Impact Of Lok Sabha Election Results: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 202)ના પરિણામો આ સપ્તાહના અંતમાં જારી થશે. આ પરિણામોની દેશના અર્થતંત્ર પર ખાસ અસર થવાનો આશાવાદ છે. અમેરિકન રિસર્ચ ફર્મ S & P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ અનુસાર સરકારના મૂડી ખર્ચની સાથે સાથે ખાનગી વપરાશ અને રોકાણમાં સુધારો થવાથી ચૂંટણી બાદ આર્થિક ગતિને વેગ મળવાનો આશાવાદ છે.
રિસર્ચ ફર્મે ભારતના આર્થિક વિકાસ અને સ્થિરતા માટે રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, ખાદ્ય ઉત્પાદન અને સેવાઓ જેવા ક્ષેત્રોને મહત્ત્વના ગણાવ્યા છે.
S & P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રો ભારતની આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસને વેગ આપે છે. જે આબોહવા નીતિ અને સ્થાનિક રોજગારમાં પરિવર્તન અને સમર્થન માટે સંબંધિત છે. આ ક્ષેત્રોનો વધુ વિકાસ મોટાભાગે ભારતની વિદેશ નીતિના પરિપ્રેક્ષ્યમાં લાભદાયી માનવામાં આવે છે.
આ ક્ષેત્રો આબોહવા નીતિ, એનર્જી ટ્રાન્ઝિશન લક્ષ્યો અને સ્થાનિક રોજગાર ઉદ્દેશ્યો સાથે પણ સુસંગત છે. જેમાં હાલ ગ્રોથ જોવા મળ્યો છે. તેમજ આરબીઆઈ દ્વારા રૂ. 2.11 લાખ કરોડની ડિવિડન્ડની લ્હાણીનો લાભ પણ આવનારી સરકારને નીતિઓ ઘડવા માટે થશે.
એનડીએ સરકારને બે તૃતિયાંશ બહુમતી મળે તો...
S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ અનુસાર, એવી અપેક્ષા છે કે ફુગાવો 2024માં ઘટીને 5.3 ટકા થશે જે અગાઉના ક્વાર્ટરમાં 5.7 ટકા હતો. કંપનીએ એમ પણ કહ્યું હતું કે જો PM મોદીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર 4 જૂને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીથી જીત મેળવે છે, તો તે 2030 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું અને નાણાકીય ખાધને FY26 સુધીમાં GDPના 4.5 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખશે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી સેવાઓ અને ખાનગી ક્ષેત્રોમાં ટેક્નોલોજીનો ઉપયોગ પણ ઘણી હદ સુધી શક્ય છે. તેથી, પર્સનલ ડેટા, ડોમેસ્ટિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમના ઉપયોગને નિયંત્રિત કરવાના પ્રસ્તાવિત કાયદાને મોદી સરકાર હેઠળ વધુ ધ્યાન આપવામાં આવશે.
S&P ગ્લોબલે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં 'નેશનલ ચેમ્પિયન' કંપનીઓ પર સંભવિત ભારની પણ નોંધ લીધી છે, જે સંભવિતપણે ખાસ પ્રોજેક્ટ આધારિત ડિસ્કાઉન્ટ તરફ દોરી શકે છે.
બહુમતી ઓછી મળે તો....
અહેવાલો અનુસાર, જો NDAને અપેક્ષા કરતાં ઓછી બહુમતી મળે તો કેન્દ્ર સરકારની આગેવાની હેઠળની સામાજિક કલ્યાણની જોગવાઈઓ તરફ ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. આવા સંજોગોમાં રાજ્યો સાથે સહકાર વધવાની અપેક્ષા છે.
S & P ગ્લોબલના અભિગમ મુજબ, જો કોઈ એક પક્ષને બહુમતી ન મળે, તો કેબિનેટમાં ફેરબદલ અને 100-દિવસના કાર્યક્રમ માટે ગઠબંધન ભાગીદારો વચ્ચે વાટાઘાટોમાં વિલંબ થવાની પણ શક્યતાઓ છે.