શું તમારી ફ્લાઇટ લેટ છે કે કેન્સલ થઈ છે? શું તમને રિફંડ મળશે કે નહીં... જાણો નિયમો અને તમારા અધિકારો વિષે

ફ્લાઇટ લેટ કે કેન્સલ થાય ત્યારે શું થાય અને કેટલું મળે છે રિફંડ?

જો ફ્લાઇટ લેટ કે કેન્સલ થાય તો એરલાઈન્સ શું સુવિધાઓ આપે છે?

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
શું તમારી ફ્લાઇટ લેટ છે કે કેન્સલ થઈ છે? શું તમને રિફંડ મળશે કે નહીં... જાણો નિયમો અને તમારા અધિકારો વિષે 1 - image


Airlines Refund Rights: આ દિવસોમાં દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. ધુમ્મસના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઈ છે. તેની સૌથી વધુ અસર ટ્રાફિક પર પડી છે. જેના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી ઉડી રહી છે તો કેટલીકને ડાયવર્ટ કરવી પડી રહી છે. ખરાબ વાતાવરણના કારણે ઘણીવાર ફ્લાઈટ્સને કેન્સલ પણ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકી જાવ છો અથવા વિલંબને કારણે તમારી ફ્લાઈટ કેન્સલ કરવા ઈચ્છો છો અથવા એરલાઈને તમારી ફ્લાઈટ કેન્સલ કરી છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વળતર અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ રિફંડ માટેના નિયમો શું છે તે જાણીએ. 

જો ફ્લાઇટ કેન્સલ થાય તો...

જો તમારી ફ્લાઇટ કોઈપણ કારણસર કેન્સલ થાય છે, તો નિયમો અનુસાર, એરલાઈન કંપની મુસાફરીની તારીખના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા પેસેન્જરને જાણ કરશે અથવા વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરશે અથવા રિફંડ આપશે. જો નિર્ધારિત સમય કરતાં 24 કલાક પહેલાં ફ્લાઈટ કેન્સલ થાય તો એરલાઈને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવી પડશે અથવા ટિકિટ રિફંડ કરવી પડશે.

જો ફ્લાઇટ લેટ થાય તો...

આ દિવસોમાં ફ્લાઈટ્સ મોડી પડવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં, નિયમો અનુસાર, એરલાઈને તેના ગ્રાહકોને ભોજન તેમજ નાસ્તો આપવો પડશે. આ સિવાય જો ફ્લાઇટ 24 કલાકથી વધુ કે છ કલાકથી વધુ લેટ થાય છે તો આવી સ્થિતિમાં એરલાઈને મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે.

ઓવરબુકિંગના કિસ્સામાં

ઓવરબુકિંગના કિસ્સામાં, એરલાઈને પેસેન્જર માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવી પડશે. આ ફ્લાઇટ પ્રથમ ફ્લાઇટથી એક કલાકથી વધુ મોડી ન હોઈ શકે. જો એરલાઇન 24 કલાકની અંદર બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરે છે, તો પેસેન્જરને વળતર તરીકે ટિકિટનું 200 ટકા રિફંડ મળશે. જો કે, આ વળતર 10 હજાર રૂપિયાથી વધુ ન હોઈ શકે.

શું તમારી ફ્લાઇટ લેટ છે કે કેન્સલ થઈ છે? શું તમને રિફંડ મળશે કે નહીં... જાણો નિયમો અને તમારા અધિકારો વિષે 2 - image


Google NewsGoogle News