મુકેશ અંબાણીનું મોટું એલાન, પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડનું રોકાણ કરશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રિલાયન્સે બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 45000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

બંગાળમાં ટેલિકોમ, રિટેલ, બાયો એનર્જી સેક્ટરમાં 20,000 કરોડનું રોકાણ કરાશે : મુકેશ અંબાણી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મુકેશ અંબાણીનું મોટું એલાન, પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડનું રોકાણ કરશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1 - image

કોલકાતા, તા.21 નવેમ્બર-2023, મંગળવાર

હાલ પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજધાની કોલકાતામાં 7મો બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ (West Bengal Global Business Summit 2023) ચાલી રહી છે. અહીં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)એ બાયો ફ્યૂલને પ્રોત્સાહન આપવા ગ્રીન હાઈડ્રોજન પોલિસીની જાહેરાત કરી છે, ત્યારે સમિટમાં ઉપસ્થિત રહેલા ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ આગામી 3 વર્ષમાં કરવામાં આવશે.

બંગાળમાં રિલાયન્સનું અત્યાર સુધીમાં 45000 કરોડનું રોકાણ

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ બંગાળના વિકાસ માટે કોઈપણ કસર નહીં છોડે. રિલાયન્સે બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 45000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, આગામી ત્રણ વર્ષમાં અમે વધુ 20 હજાર કરોડનું રોકાણ કરીશું.

બંગાળમાં રિલાયન્સની યોજના

એશિયા અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ કહ્યું કે, ટેલિકોમ, રિટેલ અને બાયો એનર્જી સેક્ટરમાં 20 કરોડનું રોકાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે રાજ્યના ખુણેખાચરે સુધી 5G લઈ જઈ રહ્યા છીએ અને ખાસ કરીને ગ્રામીણ બંગાળને જોડવામાં આવી રહ્યું છે. જિયો ટ્રૂ 5G નેટવર્ક બંગાળના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. જિયોનું નેટવર્ક બંગાળમાં 98.8 ટકા લોકો પાસે જ્યારે કોલકાતા ટેલિકોમ સર્કલમાં 100 ટકા નેટવર્ક કવર કરી લીધું છે. જિયોનું મજબુત નેટવર્ક પશ્ચિમ બંગાળમાં રોજગારીનું સર્જન કરવા ઉપરાંત એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રીકલ્ચરને મોટાપાયે પ્રોત્સાહન આપશે.


Google NewsGoogle News