દેવા તળે દબાયેલી વોડાફોન-આઇડિયાએ કરી 30 હજાર કરોડની ડીલ, નોકિયા અને સેમસંગ સાથે મિલાવ્યો હાથ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
Vodafone Idea



VI 3.6 Billion Dollar Deal: આર્થિક સંકટ અને દેવા સામે ઝઝૂમી રહેલી વોડાફોન આઈડિયા (વીઆઇ)એ પોતાનો અસ્તિત્વ બચાવવા એક મોટો નિર્ણય લીધો છે. વીઆઇએ નોકિયા, એરિક્સન અને સેમસંગ જેવી મોટી કંપનીઓ સાથે 3.6 બિલિયન ડોલર (રૂ. 30 હજાર કરોડ)ની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ, આ કંપનીઓ આગામી ત્રણ વર્ષ માટે વીઆઇને નેટવર્ક સાધનો સપ્લાય કરશે. ટેલિકોમ સેક્ટરમાં આ મોટા સોદા બાદ વીઆઇ તેના 4G અને 5G નેટવર્કને ઝડપથી વિસ્તારશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ તેમના 6.6 બિલિયન ડોલર (રૂ. 55 હજાર કરોડ) કેપેક્સ પ્લાનનો પ્રથમ પગલું છે.

120 કરોડ લોકો સુધી પહોંચવાનું પ્લાન

કંપનીએ રવિવારે જણાવ્યું કે, 'અમે અમારા 4G નેટવર્કને 103 કરોડ લોકોથી 120 કરોડ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આ સાથે 5G નેટવર્કનો પણ ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે. નોકિયા અને એરિકસન અગાઉ પણ અમારી સાથે કામ કરી ચૂક્યા છે. હવે અમે અમારી સાથે સેમસંગનો પણ સમાવેશ કર્યો છે. તેમના આધુનિક સાધનો વીઆઇના નેટવર્કને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમે નેટવર્ક ટેક્નોલોજીમાં રોકાણ વધારવાનું ચાલુ રાખીશું. અમારો ધ્યેય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. અમે અમારી યોજના મુજબ કામ શરૂ કરી દીધું છે. ઉદ્યોગમાં વૃદ્ધિની ઘણી તકો છે. અમે આનો લાભ લેવા માંગીએ છીએ.'

આ પણ વાંચોઃ સોનામાં આગેકૂચ: વિશ્વબજારમાં રેકોર્ડ : ચાંદી તથા પ્લેટીનમમાં પીછેહટ નોંધાઇ

કંપનીએ 24 હજાર કરોડની મૂડી એકઠી કરી

કંપનીએ કહ્યું કે, 'આ નવા ઉપકરણો ઊર્જાની બચત કરશે. જેનાથી અમારો ઓપરેટિંગ ખર્ચ પણ ઘટશે. હાલ અમારું પ્રથમ ધ્યેય 4G નેટવર્કનું વિસ્તરણ કરવાનું છે. કંપનીએ તાજેતરમાં રૂ. 24 હજાર કરોડની મૂડી ઊભી કરી હતી. આ સિવાય 3,500 કરોડમાં નવું સ્પેક્ટ્રમ પણ ખરીદવામાં આવ્યું હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે અમારી સુવિધા 15 ટકા વધારીને 1.6 કરોડ લોકો સુધી પહોંચાડીશું. કંપનીની લાંબા ગાળાની યોજના થર્ડ પાર્ટી દ્વારા તૈયાર કરી બેંકોને આપવામાં આવી છે. અમને સંપૂર્ણ આશા છે કે બેંકો આ અંગે જલ્દી નિર્ણય લેશે.'

આ પણ વાંચોઃ ખાદ્યતેલોમાં ડયુટીમાં વધારા પછી નેપાળ તથા બાંગ્લાદેશથી જકાત મુક્ત આયાત વધવાની ભીતિ



Google NewsGoogle News