Get The App

Video: Vistaraની મર્જર પહેલાંની અંતિમ ઉડાન, અમદાવાદ ઍરપૉર્ટ પર સ્ટાફ ભાવુક થયો

Updated: Nov 12th, 2024

GS TEAM


Google News
Google News
Vistara Last Flight


Vistara Last Flight Before Merger: ટાટા ગ્રૂપની એરલાઇન કંપની વિસ્તારાનું એર ઇન્ડિયા સાથે મર્જર પૂર્ણ થયું છે. ગઈકાલે થયેલા આ મર્જર પહેલાં વિસ્તારાએ તેની છેલ્લી ઉડાન ભરી હતી. જેમાં તેના કર્મચારીઓ, અને સ્ટાફ ભાવુક થયો હતો. અમદાવાદથી દિલ્હી સુધીની વિસ્તારાની પોતાની અંતિમ ઉડાન દરમિયાન ઍરપૉર્ટ પર તેના કર્મચારીઓએ તેને અનોખા અંદાજમાં અલવિદા કહ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક દાયકાની સેવાઓ બાદ ગુડબાય

લગભગ એક દાયકા જૂની વિસ્તારા એરલાઇનના વિમાનો હવે આકાશમાં ઉડતા જોવા નહીં મળે. વિસ્તારાએ તેની આ છેલ્લી ફ્લાઇટ સાથે વિદાય લીધી છે. તે એર ઇન્ડિયા સાથે મર્જ થઈ ગઈ છે. હવે તે એર ઇન્ડિયા તરીકે ઉડાન ભરશે. એરલાઇન કંપનીએ સોમવારે મોડી રાત્રે અમદાવાદથી દિલ્હી માટે સ્વતંત્ર એરલાઇન કંપની તરીકે તેની છેલ્લી ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાવી હતી. અમદાવાદ ઍરપૉર્ટના રનવે પર વિસ્તારાની છેલ્લી અમદાવાદ-દિલ્હી ફ્લાઇટને ઍરપૉર્ટ સ્ટાફે TA-TA કર્યું હતું.



સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

સોમવારે વિસ્તારાના ક્રૂ મેમ્બરે પ્લેનમાં આ તેમની છેલ્લી ઉડાન હોવાની જાહેરાત કરતાં કલ હો ના હો ગીત વગાડ્યું હતું. વિસ્તારા એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં કંપનીએ લખ્યું, 'આ અવિસ્મરણીય પ્રવાસનો ભાગ બનવા બદલ અને અમને પ્રેમ કરવા બદલ આભાર. અમે આ યાદોને હંમેશા યાદ રાખીશું. હવે દરેક નવી માહિતી માટે એર ઇન્ડિયાને અનુસરો.



2022માં મર્જરની જાહેરાત

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત 29 નવેમ્બર, 2022ના રોજ કરવામાં આવી હતી અને તેની અંતિમ તારીખ 12 નવેમ્બર,2024 નક્કી કરવામાં આવી હતી, ખાસ વાત એ છે કે બંને એરલાઇન્સના મર્જર બાદ સિંગાપોર એરલાઇન્સ એર ઈન્ડિયામાં રૂ. 3195 કરોડનું વધારાનું રોકાણ કરશે, આ સાથે તે એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો ધરાવશે. 

વિસ્તારા એરલાઇન્સની શરુઆત ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ દ્વારા 2015માં સંયુક્ત રીતે કરવામાં આવી હતી અને જેમાં સિંગાપોર એરલાઇન્સનો 49% હિસ્સો હતો, જ્યારે ટાટા ગ્રૂપ પાસે 51% હિસ્સો હતો.

નવા કોડ સાથે વિમાનો ઉડશે

વિસ્તારા અને એર ઇન્ડિયા સાથે મર્જર થયા પછી, એરલાઇન હવે '2'થી શરુ થતાં ફ્લાઇટ કોડ સાથે કામ કરતી જોવા મળશે, AI 2955 કોડ હવે UK 955 ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાશે. આ ફેરફાર પછી, કામગીરી સરળતાથી ચાલુ રહે અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. આ માટે ઍરપૉર્ટ પર હેલ્પ ડેસ્ક કિઓસ્ક લગાવવામાં આવશે.

Video: Vistaraની મર્જર પહેલાંની અંતિમ ઉડાન, અમદાવાદ ઍરપૉર્ટ પર સ્ટાફ ભાવુક થયો 2 - image

Tags :