વાઈરસનું ઓવર રિએક્શનઃ એક જ દિવસમાં રૂ.11 લાખ કરોડ'ભરખી' ગયો
- વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારોમાં ધબડકો : જાપાનમાં ફરી વ્યાજદર વધવાની ભીતિ પણ કારણ ભૂત
- આ વાઈરસ સંબંધિત સમાચારની ખાસ અસર જોવાયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં ઓવર રિએક્શને ગાબડાં પાડયા હતા
મુંબઈ : ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું આજે શેર બજારોમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું. વૈશ્વિક બજારો પર આ વાઈરસ સંબંધિત સમાચારની ખાસ અસર જોવાયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં ઓવર રિએક્શને ગાબડાં પાડવામાં આવ્યા હતા.
એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં કોરોના મહામારીના સમયની જેમ આ વખતે પણ ભારતીય શેર બજારોમાં ફંડો, મંદીના મોટા ખેલાડીઓ મોકો જોઈ આ વાઈરસનો હાઉ ફેલાવવામાં સફળ થઈ જતાં આ વાઈરસનો હાઉ શેરોમાં એક જ દિવસમાં રોકાણકારોની રૂ.૧૧ લાખ કરોડની સંપતિ ભરખી ગયો હતો. શેરોમાં જાતેજાતમાં હેમરીંગ થતાં અને જાણે કે શેરો પડાવવા આ ગભરાટ ફેલાવીને હેમરીંગ થતું હોય એમ આજે સાર્વત્રિક કડાકો બોલાવાયો હતો. સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ સહિતના શેરોમાં મોટા ગાબડાં પડયા હતા.
સેન્સેક્સ ૧૨૫૮.૧૨ પોઈન્ટ તૂટીને ૭૭૯૬૪.૯૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૮૮.૭૦ પોઈન્ટ ગબડીને ૨૩૬૧૬.૦૫ બંધ રહ્યા હતા.કેપિટલ ગુડઝ શેરોમાં આજે મોટાપાયે હેમરીંગ થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૮૯.૨૫ પોઈન્ટ તૂટીને ૬૬૫૨૧.૯૬ બંધ રહ્યો હતો. આઈનોક્સ વિન્ડ રૂ.૧૨.૨૦ તૂટીને રૂ.૧૭૨.૬૫, એનબીસીસી રૂ.૪.૭૧ તૂટીને રૂ.૮૭.૮૪, રેલ વિકાસ નિગમ રૂ.૨૧.૭૫ તૂટીને રૂ.૪૧૦.૨૦, સુઝલોન એનજીૅ રૂ.૩.૦૮ તૂટીને રૂ.૫૮.૮૮, ભેલ રૂ.૧૦.૧૫ તૂટીને રૂ.૨૧૯.૮૦, કેઈન્સ રૂ.૩૭૪.૩૦ તૂટીને રૂ.૭૧૬૮.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૭.૨૫ તૂટીને રૂ.૧૨૫૪, કલ્પતરૂ પાવર રૂ.૪૩.૪૫ તૂટીને રૂ.૧૨૩૬.૬૦,લક્ષ્મી મશીન વર્કસ રૂ.૫૧૦.૨૦ તૂટીને રૂ.૧૬,૩૨૯.૯૫, ટીટાગ્રહ વેગન રૂ.૩૧.૩૫ તૂટીને રૂ.૧૦૮૭.૦૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૪૫.૫૫ તૂટીને રૂ.૧૧૦૯.૦૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૩.૪૫ તૂટીને રૂ.૬૬૧૮.૮૫, પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૩૧૮.૪૦ તૂટીને રૂ.૧૪,૮૦૫.૪૦ રહ્યા હતા.
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે હેમરીંગ કરતાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૭૫ તૂટીને રૂ.૪૦૯.૧૦, મધરસન રૂ.૫.૮૫ તૂટીને રૂ.૧૫૪.૨૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૨૪.૫૦ તૂટીને રૂ.૩૪૮૫.૫૫, અશોક લેલેન્ડ રૂ.૭.૪૦ તૂટીને રૂ.૨૨૬.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૬.૮૦ તૂટીને રૂ.૨૭૨૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૬૯.૭૦ તૂટીને રૂ.૨૪૧૨.૬૦, બોશ રૂ.૯૩૧.૫૫ તૂટીને રૂ.૩૩,૩૦૮.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૨.૧૫ તૂટીને રૂ.૩૧૦૫.૧૦, એમઆરએફ રૂ.૩૧૭૬.૧૦ તૂટીને રૂ.૧,૨૩,૨૪૪.૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૯૪.૨૫ તૂટીને રૂ.૧૧,૭૪૯.૨૦, બજાજ ઓટો રૂ.૧૪૩ તૂટીને રૂ.૮૮૨૨.૯૦, આઈશર મોટર્સ રૂ.૬૮.૩૦ તૂટીને રૂ.૫૨૩૯.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૯૬.૧૫ પોઈન્ટ તૂટીને ૫૨૯૭૫.૬૮ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે મોટાપાયે ગાબડાં પડયા હતા. આદિત્ય બિરલા ફેશન રૂ.૧૫.૪૫ તૂટીને રૂ.૨૬૪.૯૦, બ્લુ સ્ટાર રૂ.૧૦૩.૩૫ તૂટીનબેંકિંગ શેરોમાં ફંડોના હેમરિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૮૬.૨૯ પોઈન્ટ તૂટીને ૫૬૭૪૧.૪૩ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૧૩.૭૫ તૂટીને રૂ.૨૨૭.૮૫, યશ બેંક રૂ.૧.૦૪ તૂટીને રૂ.૧૮.૯૨, કેનેરા બેંક રૂ.૪.૧૦ ઘટીને રૂ.૯૭.૩૫, ફેડરલ બેંક રૂ.૭.૭૫ તૂટીને રૂ.૧૯૭.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫૯.૯૦ તૂટીને રૂ.૧૭૭૯.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૯૬૯.૭૦, એચડીએફસી બેંક રૂ.૩૯ તૂટીને રૂ.૧૭૧૦.૩૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૭૭૬.૭૫ રહ્યા હતા.મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે ઓફલોડિંગ કર્યું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૨.૪૦ તૂટીને રૂ.૪૪૬.૬૦, ટાટા સ્ટીલ રૂ.૬.૧૦ તૂટીને રૂ.૧૩૨.૨૦, એનએમડીસી રૂ.૨.૭૫ તૂટીને રૂ.૬૪.૯૧, નાલ્કો રૂ.૮.૦૫ તૂટીને રૂ.૧૯૯.૯૫, કોલ ઈન્ડિયા રૂ.૧૫.૧૫ તૂટીને રૂ.૩૭૮.૭૫, સેઈલ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૧૦.૩૦, વેદાન્તા રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૪૪૨.૪૦, હિન્દાલ્કો રૂ.૧૭ તૂટીને રૂ.૫૭૪.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૯.૩૦ ઘટીને રૂ.૯૩૮.૮૫ રહ્યા હતા.
ચાઈનાના વાઈરસનો હાઉ માત્ર ભારતમાં...
વૈશ્વિક બજારોમાં યુરોપના બજારોમાં તેજી : શાંઘાઈ શેરબજારમાં અસર નહીં
ચાઈનીઝ વાઈરસનો હાઉ જાણે ભારતીય બજારોમાં ફેલાવાયો હોવાના અને એની આડમાં મંદીનો મોટો વેપાર મોટા ખેલાડીઓ, ફંડોએ કર્યો હોવાની ચર્ચા થવા લાગી છે. ભારતીય બજારોથી વિપરીત વૈશ્વિક બજારોમાં ખાસ યુરોપના દેશોના બજારોમાં સાજે તેજીનું તોફાન જોવાયું હતું. સાંજે યુરોપમાં જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૨૬૫ પોઈન્ટનો ઉછાળો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૫૦ પોઈન્ટનો ઉછાળો અને લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ પાંચ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિકમાં જાપાનના નાણા પ્રધાને ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારા મામલે નિવેદન કરતાં અને યેન કેરી ટ્રેડમાં ફરી સંકટની શકયતા વચ્ચે ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૫૮૭ પોઈન્ટ તૂટયો હતો. જ્યારે ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ માત્ર ૬ પોઈન્ટ ઘટયો હતો.
વાઇરસ સિવાયનો મુદ્દો
જાપાનમાં ફરી વ્યાજદર વધવાની ભીતિ
આજે બજારનું માનસ જાપાનની સેન્ટ્રલ બેંકના વડાના નિવેદનને કારણે પણ ખરડાયું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં અનેક જોખમો છે અને આ જોખમો છતા આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ચિમકી જાપાનની સેન્ટ્રલ બેંકના ગર્વનર કાઝુઓ ઉડેએ ઉચ્ચારતા ભારત સહિત એશિયાઈ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.
ચાઈનીઝ એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી અને બાદમાં બેંક ઓફ જાપાનના ગર્વનરનું આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની તૈયારીએ ઈન્ડેકસને નીચે ધકેલ્યા હતા. ઉડેએ કહ્યું કે જો અર્થતંત્ર સુધરતુ રહેશે તો સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં વધુ વધારો કરશે. જોકે તેમણે આ વધારા માટે અનેક માપદંડો અને તેની અસરોના વિવિધ જોખમોને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જાપાનના બેન્ચમાર્ક ૧૦-વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ સોમવારે ૩.૫ બેસિસ પોઈન્ટ વધીને ૧.૧૨૫ ટકાના ૧૩.૫ વર્ષના ટોચે પહોંચી છે. જાપાનમાં વ્યાજદર વધતા ભારત સહિતના દેશોમાં યેન આધારિત વેપારની ચિંતા વધી છે અને મોટાપાયે આઉટફ્લોની આશંકા શેરબજારમાં કડાકો નોંધાયો છે.