Get The App

કોહલી જ કિંગઃ શાહરૂખ, સલમાન અને રણવીરને પણ આ બાબતમાં પાછળ છોડ્યા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Virat Kohli


Virat Kohli Brand Value: હાલ ચાલતા T20 વર્લ્ડકપમાં ભલે કોહલી બેટ નથી ચાલતું પણ બ્રાન્ડ વેલ્યૂની બાબતમાં કોહલી સૌથી આગળ છે. કોહલી $227.9 મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે 2023માં ભારતનો સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બન્યો છે. 

કોહલીએ રણવીર સિંહને પાછળ છોડી દીધો

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં કોહલીની બ્રાન્ડ વેલ્યૂ $176.9 મિલિયન હતી, જેમાં વર્ષ 2023માં 29 ટકાનો વધારો થતા તેણે રણવીર સિંહને પાછળ છોડી દીધો છે. રણવીર સિંહ $203.1 મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે બીજા ક્રમે છે.

શાહરૂખ ખાન ત્રીજા નંબરે 

બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2022માં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ $17.69 કરોડ હતી. પરંતુ બે વર્ષમાં તે 29% વધીને $227.9 મિલિયન થઈ ગઈ છે. કોહલી પછી બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું નામ $203.1 મિલિયન સાથે બીજા નંબરે છે. જયારે બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનની વાત કરીએ તો તેની બ્રાન્ડ વેલ્યૂ $120.7 મિલિયન સાથે ત્રીજા સ્થાને છે. 

આ યાદીમાં ધોની-સચિન પણ સામેલ

જો બોલિવૂડમાં ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારની વાત કરીએ તો તેની બ્રાન્ડ વેલ્યૂ વધીને 111.7 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ ઉપરાંત આ લિસ્ટમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ સામેલ છે. તે $95.8 મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે સાતમા સ્થાને છે. તેમજ સચિન તેંડુલકર $91.3 મિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે આઠમા સ્થાને છે. વર્ષ 2023માં દસમો સૌથી વેલ્યૂએબલ સેલિબ્રિટી સલમાનખાન બન્યો છે. તેની બ્રાન્ડ વેલ્યૂ $81.7 મિલિયન છે. 

કોહલી જ કિંગઃ શાહરૂખ, સલમાન અને રણવીરને પણ આ બાબતમાં પાછળ છોડ્યા 2 - image


Google NewsGoogle News