Get The App

પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું, નવા બોર્ડની થઈ રચના

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું, નવા બોર્ડની થઈ રચના 1 - image


Paytm Payment Bank : ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી Paytm Payment Bankમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે હવે પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના બોર્ડથી પણ રાજીનામું આપી દીધું છે.

પેટીએમ પેમેન્ટ બેંકમાં મોટા ફેરફાર

પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી મોટા ફેરફાર થયા છે. પેટીએમએ સોમવારે પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝીક્યૂટિવ ચેરમેનના પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે તેની સાથે જ તેમણે PPBLના બોર્ડ સભ્યનું પદ પણ છોડી દીધું છે.

નવા બોર્ડની કરાઈ રચના

વિજય શેખર શર્માના રાજીનામાં બાદ પેટીએમ પેમેન્ટ બેંકના નવા બોર્ડની પણ રચના કરાઈ છે. જેમાં કેટલાક નવા ચેહરા સામેલ કરાયા છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીઘર બોર્ડના સભ્ય હશે. આ સિવાય રિટાયર્ડ IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના પૂર્વ એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અશોક કુમાર ગર્ગ અને રિટાયર્ડ IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્ય હશે.

RBIની કાર્યવાહી બાદથી પેટીએમ પેમેન્ટ્સ બેંકના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરહોલ્ડર છે.


Google NewsGoogle News