ક્રિપ્ટોકરન્સીને લઈને મોટો નિર્ણયઃ અમેરિકાએ બિટકોઈનના ETFને આપી મંજૂરી, આર્થિક નિષ્ણાતનો ચોંકાવનારો દાવો
અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે લેવાયો એક મોટો નિર્ણય
ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમતોમાં જોરદાર ઉછાળો
Bitcoin ETF Investment: બિટકોઈનમાં સીધું રોકાણ કરવા યુએસ રેગ્યુલેટરે વિનિમય ટ્રેડેડ ફંડ્સને મંજૂરી આપી છે. જે અમેરિકન ફાઇનાન્શિયલ માર્કેટ માટે એક મોટું માઇલસ્ટોન સાબિત થઇ શકે છે. જેની વિશ્વમાં મદદથી વધુ રોકાણકારો સૌથી વધુ ટ્રેડેડ ક્રિપ્ટોકરન્સી બિટકોઈન સુધી પહોંચી શકાશે. આર્થિક નિષ્ણાતો આ નિર્ણયને ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે મોટો ગેમ ચેન્જર ગણાવી રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે ગેમચેન્જર
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા બિટકોઈનમાં રોકાણ કરતા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ને મંજૂરી આપતા પહેલા લાંબા સમય સુધી રાહ જોઈ હતી. યુએસ રેગ્યુલેટર SEC એ લગભગ એક દાયકાથી Bitcoin ETFને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. તેમનું માનવું હતું કે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ETF જેવા રોકાણ માધ્યમની રજૂઆત કરીને, તેની સાથે સરળતાથી હેરફેર પણ કરી શકાય છે અને તે સામાન્ય રોકાણકારો માટે જોખમી સાબિત થઈ શકે છે.
બિટકોઈનના રેટમાં ઉછાળ
બિટકોઈનની કિંમતમાં એક દિવસમાં 1.77 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બિટકોઈન દીઠ $46,615.31નો રેટ જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેના ETFને મંજૂરી મળી હોવાથી માર્ચ 2022 પછી આ અઠવાડિયે બિટકોઈનના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
એક લાખ ડોલર સુધી પહોંચી શકે છે બિટકોઈનની કિંમત
અમેરિકાના નાણાકીય નિષ્ણાતોના મતે, હવે સંસ્થાકીય અને છૂટક રોકાણકારોને વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીમાં એક્સપોઝર મળશે આથી આ પગલું માત્ર બિટકોઈન માટે જ ક્રાંતિકારી પરિવર્તન સાબિત થશે એવું નથી. સીધી ખરીદી કર્યા વિના સામાન્ય રોકાણકારો પણ આ તકનો લાભ લઇ શકશે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના નિષ્ણાતો અનુસાર આ વર્ષે માત્ર ETFમાં જ રોકાણ $50 બિલિયનથી $100 બિલિયનની રેન્જમાં હોઈ શકે છે. આથી અનુમાન લગાવવામાં આવે છે કે બિટકોઈનની કિંમત એક લાખ ડોલર સુધી પણ જઈ શકે છે.