અમેરિકામાં વધી ગઈ મોંઘવારી, સસ્તી લોનની આશા ઠગારી નીવડી, બજાર ઊંધે માથે પટકાયું
US Inflation Data: અમેરિકામાં મોંઘી લોનથી રાહત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. માર્ચ મહિનામાં અમેરિકામાં મોંઘવારીમાં મોટો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ અને શેલ્ટર કૉસ્ટમાં ઉછાળો જેમાં રેન્ટ સામેલ છે. તેમાં ઉછાળો આવવાને લઈને વાર્ષિક કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં વાર્ષિક બેઝિઝ પર કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ વધીને 3.5 ટકા પર પહોંચ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દરમાં 3.2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે બુધવાર 10 એપ્રિલ 2024ના રોજ મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી દરમાં વધારામાં મોટું યોગદાન પેટ્રોલની સાથે શેલ્ટરનું રહ્યું છે જેમાં રેન્ટ સામેલ છે. અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે 2 ટકા સુધી મોંઘવારી દર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ફેડ રિઝર્વે 2024માં ત્રણ વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા છે. પરંતુ મોંઘવારી દરમાં ઉછાળાની સાથે જૂન મહિનામાં વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવનાઓ હવે ધૂંધળી થતી નજરે પડી રહી છે. રૉયટર્સે 0.3 ટકા મોંઘવારી દરમાં વધારાનું અંદાજ લગાવ્યો હતો. વાર્ષિક 3.4 ટકા રહેવાનો અંદાજ હતો. જૂન 2022માં મોંઘવારી દરમાં વાર્ષિક 9.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો હતો.
જૂન 2024માં ફેડ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ મોંઘવારી દરમાં વધારાને લઈને ત્યાંના શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઓ જોંસ 1.18 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. નેસડેક 1.13 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તો એસ એન્ડ પી 500 1.06 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. મોંઘવાર વધવાને લઈને વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવનાઓ નહીવત હોવાના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.