અમેરિકાએ રશિયા સાથેની શત્રુતાનો બદલો ભારતીય જ્વેલરોથી લઈ લીધો, 2 અબજથી વધુના ફંડ ફ્રીઝ કર્યા
આ ભારતીય જ્વેલર્સ પર એવો આરોપ મૂકાયો છે કે તેઓ રશિયામાં માઈનિંગ કરાયેલા રફ હીરા (કાચા હીરા)ની આયાત કરીને તેનો ઉપયોગ કરે છે
ચિંતાજનક વાત એ છે કે OFACએ અત્યાર સુધી 26 મિલિયન ડૉલર એટલે કે 2.15 અબજથી વધુ રૂપિયાના ફંડ ફ્રીઝ કરી દીધા
image : Envato |
રશિયા અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ જગજાહેર છે અને તેના લીધે હવે ભારતના જ્વેલર્સ અને હીરા વેપારીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. અમેરિકી સરકારની સંસ્થા ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ (OFAC) એ ગત અમુક મહિનામાં એવા કરોડોના ફંડ ફ્રીઝ કરી દીધા હતા જેનો સંબંધ વિદેશોમાં કામ કરતા ભારતીય જ્વેલર્સ સાથે છે.
OFACએ મૂક્યો આ આરોપ
આ ભારતીય જ્વેલર્સ પર એવો આરોપ મૂકાયો છે કે તેઓ રશિયામાં માઈનિંગ કરાયેલા રફ હીરા (કાચા હીરા)ની આયાત કરીને તેનો ઉપયોગ કરે છે. ચિંતાજનક વાત એ છે કે OFACએ અત્યાર સુધી 26 મિલિયન ડૉલર(આશરે 2.15 અબજથી વધુ)ના ફંડ ફ્રીઝ કરી દીધા છે.
શંકાના આધારે કાર્યવાહી કરાઈ
જે સંસ્થાનો પર સીધી અસર થઈ છે તે ભારતીય હીરા કંપનીઓની યુએઈની સહાયક કંપનીઓ છે. આ યુએઈ ફર્મો દ્વારા ડૉલરની ચૂકવણી એ શંકાના આધારે અટકાવી દેવાઈ હતી કે તેના સપ્લાયર્સ રશિયન મૂળના છે. આ ઉપરાંત એ વાતની પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ ભારતીય કંપનીઓના રશિયન માઈનિંગ અને મંજૂર સંસ્થાનો સાથે રોકાણ અને અન્ય પ્રકારના સંબંધો છે.
નેસ્ટ્રો એકાઉન્ટ શું હોય છે?
અહેવાલ અનુસાર ડૉલરનું પેમેન્ટ એવા રફ કે કાચા ડાયમંડના વેપારીઓ સુધી ક્યારેય નથી પહોંચી જેના સપ્લાયર્સે અમેરિકી બેન્કોના નોસ્ટ્રો એકાઉન્ટ ખોલી રાખ્યા હતા. આ અમેરિકી અધિકારીઓના નિર્દેશ બાદ થયું હતું. હીરા ઉદ્યોગ સંબંધિત એક વ્યક્તિએ આ માહિતી આપી હતી. વિદેશી કરન્સીનો એ એકાઉન્ટ નેસ્ટ્રો એકાઉન્ટ હોય છે જે એક બેન્ક બીજા બેન્ક સાથે રાખે છે. આ એકાઉન્ટને મુખ્ય રીતે વિદેશી નાણાની હેરફેર અથવા ક્રોસબોર્ડર ટ્રેડ સેટલમેન્ટને પૂર્ણ કરવા માટે કરાય છે.
મુદ્દાને ઉકેલવાના પ્રયાસો થઇ રહ્યા છે
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેને કહ્યું કે ઈન્ડસ્ટ્રી બોર્ડ તરીકે તેમણે આ મુદ્દો વાણિજ્ય મંત્રાલય અને યુએઈમાં ભારતીય દૂતાવાસ સામે ઊઠાવ્યો છે. એવું એટલા માટે કેમ કે ભારતીય હીરા કંપનીઓની આયાત યુએઈ સબ્સિડિયરીના માધ્યમથી કરાઈ હતી. આ રકમ આશરે 2.6 કરોડ ડૉલર છે અને તેના લીધે અનેક ટ્રાન્ઝેક્શન ફસાયા છે.