Get The App

UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી 1 - image


Merchant Transaction Limit: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક સાતમી એપ્રિલના રોજ શરૂ થઈ હતી. જેનો નિર્ણય આજે નવમી એપ્રિલના રોજ મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક બે દિવસ ચાલી હતી. મોનેટરી કમિટીની બેઠક દરમિયાન રેપો રેટ અને અન્ય નાણાકીય સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા છે. રેપો રેટ ઉપરાંત RBI પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ વધારવાનું પણ વિચારી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. તો તેને પર્સન-ટુ-મર્ચન્ટ કહેવામાં આવે છે.

હાલમાં પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેને RBI બે લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વિચારી રહી છે. જો કે, આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા, એક બેંકથી બીજી બેંકમાં પૈસાની લેવડદેવડ માત્ર થોડી મિનિટોમાં થઈ જાય છે. UPIના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને RBI આ નિર્ણય લઈ રહી છે.

મર્યાદા કેટલી વધારી શકાય?

અહેવાલો અનુસાર, હાલમાં યુપીઆઈ દ્વારા પર્સન-ટુ-મર્ચન્ટ અને પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારો માટેની મર્યાદા 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 'યુઝર્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, અમે પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ વધારવાનું વિચારી શકીએ છીએ. તેની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. મોટી રકમમાં કોઈપણ પ્રકારના કૌભાંડને રોકવા માટે પગલાં લેવામાં આવશે. RBI મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. પરંતુ બેન્ક પોતાની આ મર્યાદા નક્કી કરી શકે છે. આ ઉપરાંત યુપીઆઈ દ્વારા પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારોની મર્યાદા 1 લાખ રૂપિયા રહેશે.'

આ પણ વાંચો: RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે

RBIએ રેપો રેટ કેમ ઘટાડ્યો?

RBI રેપો રેટ ઘટાડીને અને વધારીને અર્થતંત્રમાં નાણાં પુરવઠાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. રેપો રેટ ઘટાડવાનો કે વધારવાનો નિર્ણય ઘણા મહત્ત્વપૂર્ણ તથ્યોને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, RBIએ ફરી એકવાર રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6 ટકા કરવામાં આવશે. આ પહેલા પણ ફેબ્રુઆરીમાં MPCની બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો.

UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી 2 - image



Tags :