Get The App

યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, ટેક્સ ચૂકવણીની લિમિટ બદલાઈ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
UPI Payments


UPI Transaction Limit of 5 Lakh Rupees: જો તમે પણ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરો છો, તો ટૂંક સમયમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે એક સર્ક્યુલર જારી કરતાં જણાવ્યું હતું કે કરદાતાઓ 16 સપ્ટેમ્બરથી UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવી શકશે. અગાઉ આ મર્યાદા ઘણી ઓછી હતી. આ ફેરફાર લાખો કરદાતાઓને મોટી રાહત આપશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ દેશના લાખો કરદાતાઓને મદદ કરવા UPIનો ઉપયોગ કરીને કર ચૂકવણી માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. NPCI દ્વારા 24 ઓગસ્ટ 2024ના રોજ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ, UPI એક પસંદગીની પેમેન્ટ સિસ્ટમ તરીકે ઉભરી રહ્યું છે, તેથી ચોક્કસ શ્રેણીઓ માટે UPIમાં પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા વધારવાની જરૂર છે. સંસ્થાઓ માટે UPIમાં પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા ટેક્સ પેમેન્ટ માટે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

NPCIએ બેન્કોને સૂચના આપી

NPCI એ બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ અને UPI એપ્સને ખાતરી કરવા જણાવ્યું હતું કે MCC 9311 કેટેગરીના વેરિફાઈડ વેપારીઓ માટે ટ્રાન્જેક્શન મર્યાદા વધારવી જોઈએ. NPCIએ જણાવ્યું હતું કે કરદાતાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે કર ચૂકવણીની શ્રેણીઓ માટે વધેલી મર્યાદા માટે ચૂકવણી મોડ તરીકે UPI સક્ષમ કરે.

આ પણ વાંચોઃ ખાદ્યતેલના ભાવમાં ભડકો! કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારતાં જ તેલબજાર અસ્થિર, જાણો લેટેસ્ટ રેટ

આ મર્યાદા ક્યાં સુધી લાગુ રહેશે?

NPCIએ બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને UPI એપને 15 સપ્ટેમ્બર સુધીમાં વધેલી ટેક્સ પેમેન્ટ લિમિટ લાગુ કરવા જણાવ્યું છે. કે 16 સપ્ટેમ્બરથી તમે 5 લાખ રૂપિયાની ટેક્સ પેમેન્ટ કરવા માટે UPIનો ઉપયોગ કરી શકો છો. વધુમાં, વ્યક્તિઓ હવે અન્ય શ્રેણીઓ માટે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 5 લાખ સુધીની UPI ચૂકવણી કરી શકે છે.

આ સેવાઓ માટે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે

હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ, IPO અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ માટે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી UPI દ્વારા કરી શકાય છે. પરંતુ નોંધનીય છે કે આ મર્યાદા મર્યાદિત ટ્રાન્જેક્શન માટે જ લાગુ થશે. આ ઉપરાંત, તમારે તમારી બેન્ક અને UPI સાથે તપાસ કરવી પડશે કે તેઓ કઈ મર્યાદાને મંજૂરી આપે છે.

કઈ સેવાઓ પર કેટલી મર્યાદા?

મોટાભાગના પીઅર ટુ પીઅર ટ્રાન્ઝેક્શન માટે 1 લાખ રૂપિયા સુધીની UPI મર્યાદા આપવામાં આવી છે. જો કે, UPI મર્યાદા માટે બેન્કોનો નિર્ણય અંતિમ ગણાશે. અલ્હાબાદ બેન્ક 25000 રૂપિયા સુધીની UPI પેમેન્ટ કરવાની મર્યાદા આપે છે. જ્યારે HDFC બેન્ક અને ICICI બેન્કે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. જ્યારે કેપિટલ માર્કેટ, કલેક્શન, ઈન્સ્યોરન્સ અને ફોરેન ટ્રાન્ઝેક્શન માટે UPIની મર્યાદા 2 લાખ રૂપિયા સુધી કરી છે.

યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, ટેક્સ ચૂકવણીની લિમિટ બદલાઈ 2 - image


Google NewsGoogle News