કેશલેસ થઈ રહી છે ઈકોનોમી, યુપીઆઇ પેમેન્ટમાં પ્રથમ વખત વોલ્યુમનો આંક 100 અબજને પાર

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
કેશલેસ થઈ રહી છે ઈકોનોમી, યુપીઆઇ પેમેન્ટમાં પ્રથમ વખત વોલ્યુમનો આંક 100 અબજને પાર 1 - image


- સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં યુપીઆઈ વ્યવહાર 

- મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારનો આંક રૂપિયા 200 ટ્રિલિયનની નજીક 

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં  દેશમાં  યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) વ્યવહારના વોલ્યુમમાં ૫૭ ટકા જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ ૪૪ ટકા વધારો  થયો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.  

નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૪ અબજ વ્યવહાર થયા હતા જે સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં પહેલી જ વખત ૧૦૦ અબજને પાર કરી ૧૩૧ અબજ જોવા મળ્યા છે. મૂલ્યની દ્રષ્ટિએ  ૨૦૨૨-૨૩ના નાણાં વર્ષમાં રૂપિયા ૧૩૯.૧૦ ટ્રિલિયનની સામે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા ૧૯૯.૮૯ ટ્રિલિયનના યુપીઆઈ વ્યવહાર જોવા મળ્યા છે. 

સમાપ્ત થયેલા માર્ચમાં પણ વ્યવહારમાં વોલ્યુમની દ્રષ્ટિએ ૫૫ ટકા વધારો થઈને ૧૩.૪૪ અબજ અને મૂલ્યની દ્રષ્ટિએ ૪૦ ટકા વધી રૂપિયા ૧૯.૭૮ ટ્રિલિયનના વ્યવહાર થયા છે. વ્યવહારનું સરેરાશ કદ સ્થિરપણે ઘટી રહ્યું છે જે નાની-નાની ચીજવસ્તુઓ માટે પણ યુપીઆઈનો ઉપયોગ થતો હોવાનું સૂચવે છે.


Google NewsGoogle News