Get The App

બજેટમાં બે મોટી જાહેરાતની અપેક્ષા: સ્માર્ટફોનના ભાવ ઘટશે, ખેડૂતોને પણ થશે આ લાભ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
Union Budget 2025


Union Budget 2025: કેન્દ્રીય બજેટ 2025ની જાહેરાતમાં ટેલિકોમ સેક્ટર, ઇન્ટરનેટ સેવાઓ અને સ્માર્ટફોનના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. આ પગલું દેશના કરોડો નાગરિકો માટે ડિજિટલ એક્સેસને વધુ મજબૂત બનાવી શકે છે. ટેલિકોમ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સને અપેક્ષા છે કે, આ વખતે આવા નીતિગત પગલાં લેવામાં આવશે જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે અને ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થશે.

આયાત ડ્યુટીમાં ઘટાડાની શક્યતા

નિષ્ણાતોનું કહેવું છે કે 'બજેટ 2025માં આયાત ડ્યુટીમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે, જે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને મોબાઇલ ફોન જેવા સ્માર્ટ ઉપકરણોની કિંમતો પણ ઘટશે. તેનાથી સામાન્ય લોકો માટે સ્માર્ટફોન ખરીદવાનું સરળ બની શકે છે.'

આ પણ વાંચોઃ 15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર, બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ

ટેક્સ-લાઇસન્સ ફીમાં ઘટાડાની માગ

આગામી બજેટ 2025માં સૌથી મોટી અપેક્ષા ટેક્સમાં ઘટાડા અંગે છે, જે હાલમાં ટેલિકોમ સેક્ટર પર બોજ સમાન રહી છે. જેમાં, આયાત ડ્યુટી, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (યુએસઓએફ) અને લાઇસન્સ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. જો આમ થશે તો ટેલિકોમ કંપનીઓ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે વધુ મૂડી ઉપલબ્ધ થશે. તેનો સીધો લાભ ગ્રાહકોને સસ્તી સેવાઓના રૂપમાં મળશે. આગામી બજેટમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મોટી રકમ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીના પડકારને પહોંચી વળવા માટે રોકાણ કરવામાં આવશે. 

કૃષિ ક્ષેત્રે ફાળવણી વધવાની શક્યતા

દેશના નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી આશરે 14થી 15 ટકા વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો કહી રહ્યા છે. આવી ફાળવણી વધારાશે તો છ વર્ષનો રૅકોર્ડ તૂટશે એવી ગણતરી રાખવામાં આવી છે. વઘુ પેદાશ આપતાં બિયારણો વિકસાવવા તથા સ્ટોરેજ, સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા ઉપરાંત દેશમાં કઠોળ, તેલીબિયાં, શાકભાજી વગેરેેનું ઉત્પાદન વધારવા બજેટમાં આવી ફાળવણી વધારવામાં આવશે એવી શક્યતા નિષ્ણાતોએ દર્શાવી છે.

બજેટમાં બે મોટી જાહેરાતની અપેક્ષા: સ્માર્ટફોનના ભાવ ઘટશે, ખેડૂતોને પણ થશે આ લાભ 2 - image


Google NewsGoogle News