Get The App

Union Budget 2024: એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત, જાણો યુવા પેઢીને બજેટમાંથી શું મળ્યું

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Education Budget 2024


Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે રોડમેપ રજૂ કરવામાં આવી શકે છે. 

બજેટમાં એજ્યુકેશન સેકટર માટે મોટી જાહેરાત

નિર્મલા સીતારમણ આ બજેટમાં એજ્યુકેશન સેકટર માટે મોટી જાહેરાત કરી છે. જેના કારણે લાખો વિદ્યાર્થીનોને લાભ મળશે. આ વખતે કરવામાં આવેલી મોટી જાહેરાતોમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી અને કામના સ્થળે મહિલાઓની ભાગીદારી માટે વિશેષ વ્યવસ્થા કરવાની પણ વાત કરવામાં આવી હતી.

એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ 

કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

આ પણ વાંચો: Budget 2024: પહેલી વખત નોકરી મેળવનાર 15000 રૂપિયા આપશે સરકાર, બજેટમાં મોટી જાહેરાત

આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપ-500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 'સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધશે

સરકારે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધશે. આ ક્ષેત્રમાં લગભગ 30 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સાથે ઉમેદવારોને કુશળ બનાવવા નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવશે અને જૂના અભ્યાસક્રમોમાં આજની જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે. આ ફેરફાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરીને કરવામાં આવશે.

આ પણ વાંચો: Budget 2024 : બજેટમાં કરાઈ આ મહત્ત્વની જાહેરાતો; ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર સરકારનું ફોક્સ

કાર્યક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધશે

નાણામંત્રીએ કહ્યું કે કાર્યસ્થળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પગલાં લેવામાં આવશે. જેમ કે, કંપનીઓ સાથે કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ ખોલવામાં આવશે અને એવી નોકરીઓ બનાવવામાં આવશે જેમાં તેઓ મહત્તમ યોગદાન આપી શકે.

Union Budget 2024: એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત, જાણો યુવા પેઢીને બજેટમાંથી શું મળ્યું 2 - image



Google NewsGoogle News