Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત 1 - image


Budget 2024 Live: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું. સતત સાતમી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણેે બજેટ રજૂ કર્યું હતું. જોકે આ બજેટમાં ટેક્સ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો અને 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમુક્ત જાહેર કરવામાં આવી. જ્યારે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બજેટમાં મસમોટી જાહેરાતો કરવામાં આવી. પરંતુ શેરબજારને કદાચ આ બજેટ રાશ ન આવ્યું અને લીલા નિશાન પર ખુલ્યા બાદ તેમાં અચાનક કડાકો બોલાઈ ગયો હતો.   

કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ... 

Union Budget 2024 UPDATES : 

12:45 PM 

બજેટમાં શહેરી વિકાસ પર ફોકસ

100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટરવ્યવસ્થા માટેના પ્રોજેક્ટ હાથ ધરાશે. 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોમાં ગતિશીલતા માટે વિકાસ યોજનાઓ લાગુ કરાશે. પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ શહેરી અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે. પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટ અને સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે.

12:39 PM 

રાજકોષીય ખાધ જીડીપીનો 4.9% રહેવાનું અનુમાન 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રાજકોષીય ખાધ 2024-25 સુધીમાં જીડીપીનો 4.9% રહેવાનું અનુમાન છે. આ ખાધને 4.5%ની નીચે લાવવાનું લક્ષ્ય છે.

12:36 PM 

ખેડૂતો માટે અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગે મોટી જાહેરાત....વિગતવાર અહેવાલ વાંચવા Click Here 

12:30 PM 

નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી રાહત 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.

Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત 2 - image

12:25 PM 

શું થયું સસ્તું, શું થયું મોંઘું : બજેટમાં મિડલ ક્લાસ માટે થઇ મહત્ત્વની જાહેરાત, વિગતો વાંચવા Click Here 

12:24 PM 

TDS ભરવામાં વિલંબ થશે તો ગુનો નહીં ગણાય, ઈ-કોમર્સને ભારે છૂટ

હવેથી TDS ભરવામાં વિલંબ થશે તો ગુનો ગણાશે નહીં. સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરાયો છે.

12:23 PM  

સેન્સેક્સમાં બોલાયો કડાકો, 900 પોઇન્ટ તૂટ્યો. નિફ્ટી પણ ગગડી, 275 પોઈન્ટ સુધી ગગડ્યો.

12:22 PM 

શિક્ષણ ક્ષેત્રે બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો કરાઈ... વિગતો જાણવા Click Here 

12:21 PM 

MSME અને મુદ્રા લોન અંગે શું થઈ જાહેરાત... વધુ વિગતો વાંચવા Click Here 

12:20 PM 

બજેટમાં કઈ કઇ મહત્ત્વની જાહેરાતો કરાઈ... વાંચવા માટે Click Here 

12:16 PM 

બજેટમાં મંદિરો  અને પ્રવાસન કેન્દ્ર અંગે પણ જાહેરાત 

આ ઉપરાંત બજેટમાં અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમાં વિષ્ણુપદ મંદિર, ગયા અને મહાબોધિ મંદિર, બોધગયા બંનેમાં કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર માટે બનાવવામાં આવેલા કોરિડોર હેઠળ વિકાસ કરવામાં આવશે. રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડ શરૂ કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જીડીપીના 3.4 ટકા જેટલું રોકાણ કરવામાં આવશે.  

12:15 PM 

મોબાઇલ અને એસેસરીઝ પર લાગતી કસ્ટમ ડ્યૂટી સરકારે 15% સુધી ઘટાડી

સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6% અને પ્લેટીનમ પર 6.4% સુધી ઘટી

12:12 PM 

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કરાશે 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, '25,000 ગ્રામીણ વસતીઓને તમામ ઋતુમાં સારા રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે. બિહારમાં અવારનવાર પૂર આવે છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં બનાવવાની યોજના હજુ આગળ વધી શકી નથી. એટલે અમારી સરકાર અંદાજિત 11,500 કરોડ રૂપિયાના ખર્ચે નાણાકીય સહાય પૂરી પાડશે. આસામ જે દર વર્ષે પૂરનો સામનો કરે છે, તેને પૂર વ્યવસ્થાપન અને સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સહાય મળશે. હિમાચલ પ્રદેશ, જેણે પૂરને કારણે વ્યાપક નુકસાન સહન કર્યું છે, તેને પણ બહુપક્ષીય સહાય દ્વારા પુનર્નિર્માણ માટે સમર્થન મળશે. ઉત્તરાખંડ, જે ભૂસ્ખલન અને આભ ફાટવાના કારણે વ્યાપક નુકસાન થયું છે, તેને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

12:10 PM 

5 કરોડ આદિવાસીઓ માટે ઉન્નત ગ્રામ અભિયાન 

આદિવાસી સમુદાયની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારા માટે વડાપ્રધાન જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરાશે. આ યોજના આદિવાસી બહુમતી ધરાવતા ગામડાઓ અને જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ કરશે. 63000 ગામડાઓને કવર કરાશે જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને લાભ થશે. 

12:06 PM 

ઈન્સોલ્વન્સી પ્રક્રિયાને વેગ આપવા ટેક્ પ્લેટફોર્મ લોન્ચ કરાશે

ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્ટ કોડ હેઠળ પ્રક્રિયામાં સુધારા સાથે ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે ઈન્ટિગ્રેટેડ ટેક પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વધુ સુસંગતતા, પારદર્શિતા અને વધુ સારી દેખરેખ હાંસલ કરવાનો છે. IBCએ 1,000થી વધુ કંપનીઓના બેન્કરપ્ટ કેસ ઉકેલ્યા છે. જેના પરિણામે લેણદારોને ₹3.3 લાખ કરોડની સીધી વસૂલાત થઈ છે. વધુમાં, ₹10 લાખ કરોડથી વધુના 28,000 કેસો પર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં નિકાલ કરવામાં આવ્યો છે."

12:05 PM 

પાયાના માળખાના વિકાસ માટે 11 લાખ કરોડની ફાળવણી 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મજબૂત પાયાના માળખાના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ રોકાણ કરાયા છે. પાયાના માળખાના વિકાસ માટે મૂડીગત ખર્ચ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જે જીડીપીનો 3.4% થાય છે. 

12:00 PM 

સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત 

મફત સૌર વીજળી યોજના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે , 'પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી  કરોડ પરિવારો 300 યુનિટ સુધી વીજળી મફત મેળવી શકશે. 

11:58 AM 

PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ

નાણામંત્રીએ પીએમ અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને નિયમન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઊર્જા સંક્રમણ માટે નવી નીતિ લાવવામાં આવશે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે.

11:55 AM 

પૂર્વ ભારત માટે પૂર્વોદય યોજનાની જાહેરાત 

નાણામંત્રીએ દેશના પૂર્વના રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટની જાહેરાત કરાઈ છે. અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે 'વિકાસ ભી વિરાસત ભી'.

11:50 AM 

બિહારને વિશેષ દરજ્જો નહીં પણ તેના માટે ઘણી મોટી જાહેરાતો કરી

નાણામંત્રીએ બજેટમાં બિહારમાં રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આનાથી પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે. બોધગયા, રાજગીર, વૈશાલી અને દરભંગા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. તે બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે-લેન પુલ બનાવવામાં પણ મદદ કરશે. બિહારમાં 21 હજાર 400 કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તેમાં પીરપેંટી ખાતે 2400 મેગાવોટનો નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. 

11: 49 AM 

આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપ-500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 'સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

11:46 AM 

અત્યાર સુધીની મહત્ત્વની જાહેરાતો 

12 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે : નિર્મલા સીતારમણ 

ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર 

મુદ્રા લોનની મર્યાદા સરકારે 20 લાખ રૂપિયા સુધી કરી દીધી. પહેલા મુદ્રા લોન હેઠળ 10 લાખ રુપિયા સુધી જ લોન મળતી હતી. 

રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26000 કરોડ રૂપિયાની ફાળવણી 

ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ ઈન્ટીગ્રેટેડ ટેક પ્લેટફોર્મ બનાવવાની નાણામંત્રીની જાહેરાત 

પીએમ આવાસ યોજના હેઠળ બજેટમાં 10 લાખ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી. 

11:40 AM 

મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ

મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

11.38 AM

એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ 

કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

11.37 AM

કૃષિ ક્ષેત્ર માટે 1.5 લાખ કરોડની જોગવાઈ 

ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં 1.52 લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

11.35 AM

આંધ્રપ્રદેશ અને બિહાર માટે કરી મોટી જાહેરાત

બિહારના વિકાસ માટે વિવિધ સહાય પ્રદાન કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે જીવાદોરી સમાન પોલ્લાવરમ ઈરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તેના આર્થિક વિકાસ માટે મૂડી સહાય પણ પ્રદાન કરશે. બજેટમાં આંધ્ર પ્રદેશના CM નાયડુને ‘ભેટ’, રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂ. 15000 કરોડ ફાળવાયા. 

11.34 AM

પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ

સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. . પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.

11.32 AM

નાણામંત્રીએ કહ્યું કે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓને રોજગાર આપવા સંબંધિત યોજનાના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન અપાશે. આ યોજના રોજગારના પહેલા ચાર વર્ષો માટે ઈપીએફઓમાં ફાળા મામલે કર્મચારીઓ અને નિયોક્તાઓ બંનેને પ્રોત્સાહન આપશે. તેનાથી 30 લાખ યુવાઓને લાભ થશે. તમામ ક્ષેત્રોમાં વધારાના રોજગારને આવરી લેવાશે. સરકાર દરેક કર્મચારી માટે ઈપીએફઓ ફાળા માટે નિયોક્તાઓને બે વર્ષ સુધી 3000 રૂપિયા પ્રતિ માહ આપશે. આ પહેલનો ઉદ્દેશ્ય 50 લાખ લોકોને વધારાના રોજગારને પ્રોત્સાહિત કરવાનો છે. 

11.30 AM

રોજગાર પર પ્રોત્સાહન આપતાં ત્રણ યોજનાઓ

ફ્રેશર્સ માટે 1 માસનો પગાર

 મેન્યુફેક્ચરિંગમાં રોજગાર સર્જન

• એમ્પ્લોયર્સને સહાય

• ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ફ્રેશર્સને એક મહિનાનો પગાર ખાતામાં જમા થશે.

11.25 AM

ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધી લોન રૂપે નાણાકીય સહાય આપવાની સરકારની જાહેરાત

11.17 AM

નાણામંત્રીએ બજેટમાં જણાવી સરકારની 9 પ્રાથમિકતા

કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા, અને ટકાઉપણું

• રોજગાર અને કૌશલ્ય

 મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ

 શહેરી વિકાસ

 વીજ સુરક્ષા

• ઈન્ફ્રાસ્ટ્રક્ચર

 ઈનોવેશન અને આરએન્ડડી

 ઈન્ક્લુઝિવ એચઆરડી અને સામાજિક સુરક્ષા

 નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ

Union Budget 2024

11.14 AM

મુશ્કેલ ઘડીમાં પણ ભારતીય અર્થતંત્ર ચમકી રહ્યું છે : નિર્મલા સીતારમણ 

નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ હું રજૂ કરી રહી છું. ભારતની પ્રજાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિશ્વભરમાં મુશ્કેલ ઘડી છતાં ભારતનું અર્થતંત્ર ચમકી રહ્યું છે.

11.12 AM

ખેડૂતો માટે કરી જાહેરાત

કૃષિ ક્ષેત્રે ઉત્પાદનક્ષમતા અને ટકાઉપણું વધારવા પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

11.10 AM

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગે મોટી જાહેરાત 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી. રોજગારી, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. 4.1 કરોડ યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય માટે પાંચ યોજનાઓ જારી કરવામાં આવી છે. શૈક્ષણિક, રોજગાર અને કૌશલ્ય હેઠળ 1.48 લાખ કરોડની ફાળવણી કરી.

11.08 AM

અર્થતંત્રનું ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ભારતમાં હાલમાં મોંઘવારીનો દર કાબૂમાં છે. ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને અમારું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

11:05 AM 

કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ

કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ થઈ ગયું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદને સંબોધી રહ્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું કે ગરીબ, મહિલાઓ, યુવા અને ખેડૂત પર આધારિત છે અમારું બજેટ 

10:55 AM 

નીતીશ કુમારે બજેટ પહેલા કહ્યું- ધીરે ધીરે બધું ખબર પડશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર વિધાન પરિષદ પહોંચ્યા. જ્યારે તેમને રાજ્યને વિશેષ દરજ્જો મળવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ઈશારામાં કંઈક કહ્યું અને ગૃહની અંદર ગયા. નીતિશ કુમારે કહ્યું કે ધીરે-ધીરે બધું ખબર પડશે.

10:43 AM 

કેબિનેટે મોદી 3.0ના પ્રથમ બજેટને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકે કેન્દ્રીય બજેટ 2024ને મંજૂરી આપી દીધી છે. થોડી જ ક્ષણો બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જાહેરાત કરશે. લોકસભામાં સતત સાતમી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણા મંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું.

10:30 AM 

નાણામંત્રી સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિનું ટ્વિટ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી કહ્યું કે કેન્દ્રીય નાણામંત્રી તથા કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી તથા નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં મારી સાથે મુલાકાત કરી. મારી તેમને શુભેચ્છાઓ.રાષ્ટ્રપતિ મૂર્મુએ નિર્મલા સીતારમણનું મોં મીઠું કરાવ્યું હતું. 

Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત 4 - image

10:15 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદ ભવન પહોંચ્યા. તેઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે જ્યાં બજેટને મંજૂરી આપતાં જ સંસદમાં રજૂ કરવામાં આવશે. 

10:00 AM 

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ સાથે સંસદ પહોંચ્યા 

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચી ગયા છે. તેમની સાથે સંસદમાં બજેટની કોપીઓ પણ પહોંચી ગઇ હતી. 

9:45 AM 

રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા નિર્મલા સીતારમણ 

નાણામંત્રી નિર્મલા સીતારમણ રેડ ટેબલેટ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. તેમની સાથે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી પણ જોવા મળ્યા. 

9:25 AM 

નિર્મલા સીતારમણના લાલ ટેબમાં બજેટની નકલ

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના ટેબલેટમાં બજેટ લઈને નાણા મંત્રાલયથી રવાના થયા. અગાઉ તે  તેઓ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી નાણા મંત્રાલય પહોંચ્યા હતા. આજે ખુદ નાણામંત્રી સંસદમાં મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કરી એક નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. નાણા મંત્રાલયથી નીકળી હવે તેઓ સીધા રાષ્ટ્રપતિ ભવન જશે ત્યાં રાષ્ટ્રપતિ મૂર્મુ સાથે મુલાકાત કરશે. 

9:00 AM

બજેટ પહેલા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન 

બજેટથી પહેલા વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અમે આ વખતે મજબૂત બજેટ રજૂ કરીશું જે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. આવનારા 5 વર્ષ ખૂબ જ ખાસ રહેશે. દેશની ઈકોનોમી વિશે કહ્યું કે ભારત સતત દુનિયામાં સૌથી ઝડપી ગતિએ આગળ વધતો દેશ બની ગયો છે અને છેલ્લા 3 વખતથી 8 ટકાના ગ્રોથ સાથે આપણે વિકાસના પથ પર આગળ વધી રહ્યા છીએ. 

8:40 AM 

નાણા મંત્રાલય પહોંચ્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 

8:30 AM 

નાણામંત્રી નિર્મલા સીતારમણનો આજનો કાર્યક્રમ 

આજે સવારે 9:10 વાગ્યે રાષ્ટ્રપતિને મળશે

9:45 વાગ્યે સંસદ ભવન જવા રવાના થશે

સવારે 10:00 વાગ્યે સદનની બહાર બજેટ સાથે ફોટો શૂટ કરાશે 

10:15 પર કેબિનેટમાં બજેટ રજૂ કરવામાં આવશે

ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11:00 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે

બજેટ ભાષણ 1 કલાક જેટલો જ ચાલે તેવી શક્યતા છે. 

8:25 AM 

બજેટમાં આ જાહેરાત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એક ઝાટકે ઘટી જશે.... વધુ વિગતો વાંચવા Click Here...

8:20 AM 

બજેટમાં ખેડૂતોને આ ચાર મોટી જાહેરાતથી ખુશ કરી શકે છે સરકાર.... વધુ વિગતો વાંચવા Click Here...

8:15 AM 

બજેટમાં મહિલાઓ માટે શું-શું હશે? વધુ વિગતો વાંચવા Click Here...

8:10 AM 

નાણા રાજ્યમંત્રીએ કહ્યું - સૌનો સાથ સૌના વિકાસ પર આધારિત હશે બજેટ  

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળીને નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલય પહોંચી ગયા છે. ઘરની બહાર નીકળતા પહેલા પંકજ ચૌધરીએ કહ્યું કે, 'આ બજેટ પીએમ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર આધારિત છે.

7:50 AM 

નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ 

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખતે સામાન્ય બજેટ રજૂ કરી ઈતિહાસ રચશે. દેશનું આ સામાન્ય બજેટ 11 વાગ્યાથી સંસદમાં રજૂ કરવામાં આવશે. મધ્યમ વર્ગના લોકોને આ બજેટમાં રાહત મળે તેવી શક્યતા છે. 

7:35 AM 

Income Tax Slab: આવકવેરો ચૂકવાઓને રાહતની આશા 

આ વખતે બજેટમાં સૌથી વધુ આશા રાખનારાઓમાં આવકવેરો ચૂકવનારા લોકો છે જેમને રાહત મળવાની આશા પણ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા ઉપરાંત, ઘણા ટેક્સેશન અને ફાઇનાન્સ નિષ્ણાતો રૂ. 15-20 લાખ વચ્ચેની આવક માટે અલગ ટેક્સ સ્લેબની રજૂઆતની હિમાયત કરી રહ્યા છે. હાલમાં 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ વધુ સંતુલિત હોઈ શકે છે.

7:30 AM 

મધ્યમ વર્ગ માટે શું વિશેષ હોઈ શકે?

આ વખતના બજેટથી મધ્યમ વર્ગ અપેક્ષા રાખે છે કે ટેક્સના દરો ઘટશે અને બેઝિક છૂટની મર્યાદા વધારાશે. હાલમાં, જૂની કર વ્યવસ્થા હેઠળ બેઝિક છૂટની મર્યાદા રૂ. 2.5 લાખ છે અને નવી કર વ્યવસ્થા હેઠળ તે રૂ. 3 લાખ છે. એવી અપેક્ષા છે કે નવી સિસ્ટમ હેઠળ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવા પગલાથી ટેક્સની આવક પર કોઈ ખાસ અસર થશે નહીં, પરંતુ ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા લોકોને મોટી બચત થઇ શકે છે. 

Budget 2024 : નાયડુ-નીતિશ પર સરકાર મહેરબાન, કરદાતા માટે બે મોટી જાહેરાત 5 - image

 


Google NewsGoogle News