સોનું એક જ ઝાટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું, બજેટમાં ડ્યુટી ઘટાડાની જાહેરાતની અસર
Union Budget 2024: બજેટમાં સોના-ચાંદી અંગે પણ મોટી જાહેરાત કરાઈ છે. નાણા મંત્રીએ સોના-ચાંદી અને પ્લેટિનમ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 9% ના ભારે ઘટાડાની જાહેરાત કરી છે. તો સોના-ચાંદીની કુલ ઇમ્પોર્ટ ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે. પ્લેટિનમ પર ઇમ્પોર્ટ ડ્યૂટી કુલ 15.4 % થી ઘટાડીને 6.4% થઇ ગઇ છે.
પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું
સોના પર પહેલાં બેઝિક કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાઈ છે. આમ, સોના પર કુલ 9 ટકાની કસ્ટમ ડ્યૂટી ઘટી છે. આ આંકડો પહેલા 15 ટકા હતો, જે હવે ઘટીને 6 ટકા થઇ ગયો છે. જેના લીધે હવે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળી શકે છે અને સોનાની માંગ પણ વધી શકે છે.
Union Budget 2024: કિસાન ક્રેડિટ કાર્ડ અંગે મોટી જાહેરાત, એગ્રિ રિસર્ચ માટે સરકાર કરશે આર્થિક મદદ
સોના પરની ડ્યૂટીમાં ઘટાડાથી એક કિલો સોનું 5 લાખ 90 હજાર રૂપિયા સસ્તું થઇ ગયું છે. એટલે કે સોનું પ્રતિ કિલો 5.90 હજાર રૂપિયા સસ્તું થઇ ગયું છે. એવી જ રીતે, એક કિલો ચાંદી પર 12,700 રૂપિયા ડ્યૂટી હતી, જેમાં એક કિલો પર 7,600 રૂપિયાની ડ્યૂટી ઘટી છે. આ સાથે જ પ્લેટિનમ પર 2,000 રૂપિયાની ડ્યૂટી ઘટી છે.
સરકારને 9 હજાર કરોડનો ફાયદો
આ નિર્ણયથી સરકારને એક ફાયદો થવાનો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bonds) નું રિડમ્પશન લગભગ રૂ. એક લાખ કરોડનું છે. તેમાં સરકારને રિડમ્પશન પર લગભગ રૂ. 9,000 કરોડ ઘટી જશે.
એમસીએક્સ સોના-ચાંદીમાં 4000 સુધીનો ઘટાડો
બજેટમાં કિંમતી ધાતુ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાતા એમસીએક્સ સોનું રૂ. 3903 (5 ઓગસ્ટ) ઘટી રૂ. 68815 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયું છે. ચાંદી વાયદો રૂ. 3610 ઘટી રૂ. 85593 પ્રતિ કિગ્રા નોંધાયો છે. સ્થાનીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.