ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા
Tariff Breaks Effect on Share Market: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટૈરિફના નિર્ણય પર બ્રેક લગાવતાં ઘણાં લોકોની સંપત્તિમાં એક જ દિવસમાં વધારો થયો છે. ટ્રમ્પ દ્વારા ટૈરિફ શરુ કર્યા બાદ તેમણે 75 દેશોને 90 દિવસની છૂટ આપી છે. આ દેશોએ તેમની સાથે ટ્રેડને લઈ વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તેથી તેમને આ છૂટ આપવામાં આવી છે. જો કે, એના કારણે ટ્રમ્પના ખાસ મિત્ર ઈલોન મસ્ક સહિત ઘણા લોકોને ખૂબ જ ફાયદો થયો છે.
ટ્રેડ વોરની અસર શેર માર્કેટ પર
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટૈરિફ વોર શરુ કર્યા બાદથી આજ સુધી શેર માર્કેટ પર ભારે અસર જોવા મળી છે. એપલના શેરમાં ત્રણ દિવસમાં 19 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો, જે 25 વર્ષમાં ક્યારેય નહોતો થયો. એ સાથે, એની અસર આખા વિશ્વના માર્કેટ પર થઈ હતી. ભારતમાં પણ શેર માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઈલોન મસ્કની કંપનીના શેર પર પણ અસર જોવા મળી હતી. મેટા અને માઇક્રોસોફ્ટ પર પણ અસર થઈ હતી.
એક દિવસમાં 304 બિલિયન ડૉલરનો ફાયદો
ટ્રમ્પ દ્વારા 90 દિવસની છૂટ જાહેર કરવાથી જ શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. એક જ દિવસમાં શેર માર્કેટમાં 304 બિલિયન ડૉલરનો વધારો થયો છે, જે બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ઇતિહાસમાં એક રૅકોર્ડ છે. ઘણા દિવસોથી શેરની કિંમતો ઘટતી હતી, પરંતુ ટ્રમ્પના નિર્ણય બાદ મેટા અને ટેસ્લા બન્ને કંપનીના શેરમાં 10-10 ટકા વધારો થયો છે. બુધવારે, S&P 9.52 ટકાના ઉછાળાને કારણે 5456.90 પર પહોંચ્યો, જે 2008 બાદનો સૌથી મોટો ઉછાળો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 7.87 ટકા ઉછાળો જોવા મળ્યો, જે આજે 2962.86 પર પહોંચ્યો છે. નાસ્દાક કોમ્પોઝિટના શેરમાં 12.16 ટકાનો વધારો થયો છે.
2022નો રૅકોર્ડ તૂટ્યો
ટ્રમ્પ દ્વારા ટૈરિફ વોર શરુ થયા પછી શેર માર્કેટમાં ઘટાડો જોવા મળતો રહ્યો છે. ઘણા દિવસોથી શેર માર્કેટ "લાલ" એટલે કે ઘટતી કિંમતોમાં જ હતો. પરંતુ એક જ દિવસમાં 304 બિલિયન ડૉલરનો વધારો થયો, જે એક નવો રૅકોર્ડ છે. 2022માં એક દિવસમાં 233 બિલિયન ડૉલરનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ આ 304 બિલિયન ડૉલરનો વધારો એ જ દિવસમાં એક નવો માઇલસ્ટોન છે.
મસ્કની મિલકતમાં 36 બિલિયન ડૉલરનો વધારો
ટ્રમ્પના ટૈરિફ બ્રેકનો સૌથી મોટો ફાયદો તેના ખાસ મિત્ર ઈલોન મસ્કને થયો છે. તેની કંપની ટેસ્લા ઇન્કના શેરમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો. આ વધારા બાદ તેની મિલકતમાં 36 બિલિયન ડૉલરનો ઉછાળો થયો છે. બીજી તરફ માર્ક ઝકરબર્ગને 26 બિલિયન ડૉલરનો ફાયદો થયો છે. NVIDIA કોર્પના શેરમાં 15.5 બિલિયન ડૉલરનો ઉછાળો થયો છે. જો પૈસા નહીં, પણ ટકાવારીના હિસાબે જોવું, તો કારના સીઈઓ અર્નેસ્ટ ગાર્સિયા 3ને સૌથી વધુ ફાયદો થયો છે, જેમાં તેની સંપત્તિમાં 25 ટકાનો વધારો થયો છે.
એપલના શેરમાં 15 ટકા અને વોલમાર્ટના શેરમાં 9.6 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પ દ્વારા બપોરે 1:18 પર જાહેર કરાયા બાદ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 350 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આ શેર માર્કેટના આજના દિવસનો સૌથી મોટો ઉછાળો છે.