દેશભરની બજારોને ધનતેરસ ફળી, રિટેલ બજારોએ કર્યો 50 હજાર કરોડનો બિઝનેસ, CAITનો દાવો

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15 હજાર કરોડનો બિઝનેસ વધુ થયો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
દેશભરની બજારોને ધનતેરસ ફળી, રિટેલ બજારોએ કર્યો 50 હજાર કરોડનો બિઝનેસ, CAITનો દાવો 1 - image


CAIT expects ₹50,000 crore sales across India on Dhanteras : દેશભરમાં દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ધનતેરસ નિમિતે બજારો ઘમઘમતી જોવા મળી હતી. સોના-ચાંદી ઉપરાંત વાહનો, ઈલેક્ટ્રોનિક્સ, વાસણો અને અન્ય ઉત્પાદનોમાં સારી ખરીદ-વેચાણ થઈ હતી. CAIT અનુસાર, ધનતેરસમાં દેશભરના રિટેલ માર્કેટમાં રૂ. 50,000 કરોડથી વધુનું ટર્નઓવર થયું હતું. માત્ર દિલ્હીમાં જ રૂ. 5,000 કરોડનું ખરીદ-વેચાણ થયું. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15 હજાર કરોડનો બિઝનેસ વધુ થયો એટલે કે ગયા વર્ષે કુલ રૂ. 35,000 કરોડનો બિઝનેસ થયો હતો.

ગયા વર્ષ કરતા 43 ટકા વધુ વેચાણ થયું 

સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે, આ ધનતેરસની ખરીદીને લઈને વાતાવરણ ઘણું સારું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે લગભગ 43 ટકા વધુ વેચાણ થયું છે. ધનતેરસ પર કુલ વેચાણમાં વાહનોનો હિસ્સો રૂ. 5,000 કરોડ હતો. 3,000 કરોડની ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ વેચાઈ હતી. રૂ. 1,000 કરોડના વાસણો વેચાયા, જ્યારે રૂ. 300 કરોડની પૂજાની વસ્તુઓનું ખરીદ-વેચાણ થયું હતું. આ ઉપરાંત લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ, માટીના દીવા, સુશોભનની વસ્તુઓ વગેરે વેચાણ પણ ગયા વર્ષની સરખામણીએ સારું રહ્યું હતું.

400 ટન ચાંદીના દાગીના વેચાયા

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે, દેશભરમાં લગભગ ચાર લાખ નાના-મોટા જ્વેલર્સ છે. તેમાંથી 1.85 લાખ જ્વેલર્સ BISમાં નોંધાયેલા છે. 2.25 લાખ નાના જ્વેલર્સ એવા વિસ્તારોમાં છે જ્યાં BIS ધોરણો હજુ સુધી લાગુ નથી. આ તમામ સહિત ધનતેરસ પર 41 ટન સોનું અને 400 ટન ચાંદીના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ થયું હતું.


Google NewsGoogle News