લોકોની મનપસંદ ટોયોટાની આ બે કાર પર મોંધવારીની માર, હવે બનશે વધુ મોંઘી
કારોની કિંમતમાં 50 હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો
પ્રીમિયમ હેચબેક ગ્લાન્ઝા અને મીડીયમ SUV અર્બન ક્રુઝર Hyriderના મોડલની કિંમતોમાં વધારો
Image: toyota india |
જાપાનની કાર કંપની ટોયોટાએ ભારતમાં તેના બે સૌથી વધુ પસંદ કરાયેલા વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. કંપની તરફથી આ કારોની કિંમતમાં 50 હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કંપની જાહેરાત કરતા એ બંને વાહનોના નામ જણવ્યા હતા અને તેમની નવી કિંમતની પણ જાણ કરી હતી.
ટોયોટાએ તેની પ્રીમિયમ હેચબેક ગ્લાન્ઝા અને મીડીયમ SUV અર્બન ક્રુઝર Hyriderના અલગ અલગ મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ Hyriderના સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમતમાં વધારો કર્યો છે, જ્યારે Glanzaના તમામ વેરિયન્ટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
કંપનીએ ગ્લેન્ઝાની કિંમતમાં રૂ. 12,000 અને અર્બન ક્રુઝર હાઇરાઇડરની કિંમતમાં રૂ. 50,000નો વધારો કર્યો છે. Hyriderના હાઈબ્રિડ મોડલ સિવાય અન્ય મોડલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.