5000 રૂપિયામાં શરૂ કરવા માંગો છો બિઝનેસ? સારી કમાણી કરવા અપનાવો આ આઈડીયા
હાલમાં ન્યુઝ પેપર બેગ, પેપર બેગ બનાવવાનો બિઝનેસ શરુ કરી શકાય
આજે ડિઝિટલ દુનિયામાં બ્લોગિંગ બિઝનેસ ખૂબ જ ઝડપથી ગ્રો થઈ રહ્યો છે
Image Envato |
તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર
આરામદાયક અને લક્ઝરી લાઈફ જીંદગી જીવવું દરેક લોકોનું સ્વપ્ન હોય છે અને આવી લાઈફ જીવવા માટે વ્યક્તિ પાસે સારી નોકરી અથવા મોટો બિઝનેસ હોવો જરુરી છે. પરંતુ બિઝનેસ શરુ કરવા માટે પૈસાની જરુર પડે છે, અને દરેક લોકો પાસે બિઝનેસ શરુ કરવા માટે પુરતા પ્રમાણમાં રુપિયા નથી હોતા. પરંતુ આજે અમે તમને એવા બિઝનેસ આઈડીયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમા માત્ર 5000 રુપિયાના રોકાણથી તમારો બિઝનેસ શરુ કરી શકો છો.
5000 રુપિયા કરતાં ઓછા રોકાણથી શરુ કરી શકો છો આ પ્રકારના બિઝનેસ
પેપર બેગ્સ બનાવવાનો બિઝનેસ
કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિયમ લાગુ કર્યા પછી કાગળ અને કપડાંમાંથી બનેલી બેગનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. જેમા પ્લાસ્ટિકના ઓપ્શનમાં કાગળની બેગનો વ્યાપ વધી ગયો છે. તેથી તમે ન્યુઝ પેપર બેગ, પેપર બેગ બનાવવાનો બિઝનેસ શરુ કરી શકો છો. તમારી પ્રોડેક્ટને દુકાનદારો, ગ્રાહકોને ડાયરેક્ટ વેચી શકો છો.
કપડાંને ઈસ્ત્રી કરવાનો બિઝનેસ
ઓછા બજેટમાં તમે કપડાંને ઈસ્ત્રી કરવાનો બિઝનેસ કરી શકો છો. જેના માટે તમે સારી કંપનીની ઈસ્ત્રી ખરીદવાની જરુર રહેશે. આજે ભાગદોડ ભરી જીંદગીમાં માણસ રસોઈ બનાવવાથી લઈને ઘરની સાફ - સફાઈ, કપડાં ધોવા, ઈસ્ત્રી કરાવવી વગેરે કામ બહાર આપતા હોય છે, કારણ કે તેમની પાસે સમયનો અભાવ છે. જેમા તમે સારી આવક મેળવી શકો છો.
બ્લોગિંગ (Blogging)
આજે ડિઝિટલ દુનિયામાં બ્લોગિંગ બિઝનેસ ખૂબ જ ઝડપથી ગ્રો થઈ રહ્યો છે. બ્લોગિંગ કરવા માટે જરુરી સાધન સામગ્રી ખરીદવાની રહેશે. બ્લોગિંગ માટે સૌથી પહેલા તમારે પોતાની વેબસાઈટ માટે કંટેન્ટ બનાવવાની રહેશે. તમારુ કંટેન્ટ જેટલુ સારુ હશે તેટલા લોકો વધારે પસંદ કરશે. અને તેનાથી તમને સારી આવક મળી રહેશે.
બ્લોગ શરૂ કરતા પહેલા આ 6 મુળભુત બાબતો ધ્યાનમાં રાખવી
- બ્લોગ લખવાનો એક વિષય નક્કી કરો
- કોઈ એક બ્લોગિંગ પ્લેટફોર્મ પસંદ કરો
- બ્લોગીંગ પ્લેટફોર્મ પસંદ કરો ( ગૂગલનું બ્લોગર )
- તમારો બ્લોગ સેટ કરો
- કસ્ટમાઇઝ કરો અને લોંચ કરો!
બ્લોગર્સ પૈસા કમાવવા માટે સૌથી સરળ રીતોમાંથી એક માનવામાં આવે છે, જેમા સાઇટ પર જાહેરાતો મૂકીને પૈસા કમાઈ શકો છો. હવે આ જાહેરાતો ક્યાંથી લેવાની? આપણા બ્લોગર ડેશબોર્ડ માં earning વિકલ્પમાંથી જાહેરાત ( એડસેન્સ તેનું નામ છે) ને એકટીવ કરી એપ્રુવલ કરી કામ કરી શકો છો. આ એક સરળ રીત છે જેમાથી તમે પૈસા કમાવી શકો છો.