આ છે દેશના ટોપ-10 યુવા ધનિકો, 3600 કરોડની નેટવર્થ સાથે સૌથી યંગ અબજપતિ માત્ર 21 વર્ષના
Hurun India youngest Rich List 2024: તાજેતરમાં જ હુરૂને ભારતના ધનિકોની યાદી જાહેર કરી હતી. જેમાં અદાણી અને અંબાણી ટોચ પર રહ્યા હતા. સામાન્ય રીતે આ યાદીમાં સરેરાશ 66 વર્ષની વય ધરાવતા અબજોપતિ સામેલ સામેલ હોય છે. પરંતુ સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમને વેગ મળતાં આ વર્ષે 1500થી વધુ આંત્રપ્રિન્યોર્સ પ્રથમ વખત આ યાદીમાં જોડાયા છે. જે છેલ્લા સાત વર્ષમાં 150 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
હુરૂન રીચ લિસ્ટ 2024ની યાદીમાં આ વર્ષે નવી જનરેશનના આંત્રપ્રિન્યોરન્સની સંખ્યા વધી છે. જેમાં ક્વિક કોમર્સ ઝેપ્ટોના ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા (ઉ.વ. 21) અને આદિત પાલિચા (ઉ.વ. 22) અનુક્રમે રૂ. 3600 કરોડ અને રૂ. 4300 કરોડની નેટવર્થ સાથે ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. તેઓ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થયા છે.
સૌથી વધુ વરિષ્ઠ ધનિક
બીજી તરફ આ યાદીમાં ભારતના સૌથી વધુ વરિષ્ઠ અર્થાત સૌથી વધુ વૃદ્ધ ધનિકમાં એનઆરબી બેરિંગ્સના પૂર્વ બોર્ડ સભ્ય 95 વર્ષીય હનવંતબીર કૌર સાહની સામેલ છે.
દેશના ટોચના 10 યુવા અબજોપતિ
ઝેપ્ટોની માર્કેટ વેલ્યૂ 1.4 અબજ ડોલર
બેંગ્લુરૂ સ્થિત ઝેપ્ટો ક્વિક ઈ-કોમર્સ સેગમેન્ટમાં ઝડપથી ઉભરતી કંપની છે. જેની માર્કેટ વેલ્યૂ અંદાજે 1.4 અબજ ડોલર છે. દેશના 10 ટોચના શહેરોમાં ઉપસ્થિતિ ધરાવતી ઝેપ્ટો ઝડપથી ગ્રોસરી ડિલિવરી કરતું સ્ટાર્ટઅપ છે. જે 1000થી વધુ લોકોને રોજગારી આપે છે. ફળો-શાકભાજી, કરિયાણાની ચીજો, ડેરી પ્રોડક્ટ્સ, દવાઓ, હાઈજિન પ્રોડક્ટ્સની ડિલિવરી કરે છે.