Gold-Silver Price : સોનું વધુ મોંઘું થયું, ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો નવો ભાવ
વૈશ્વિક સ્તરે મજબૂત વલણના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધ્યા
સોનામાં 150 રૂપિયાનો તો ચાંદીના 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો
Gold-Silver Price : આજે સોના-ચાંદીની નવી કિંમતો જાહેર થઈ ગઈ છે. બુધવારે સોનું થોડું મોંઘુ થયું છે, તો બીજીતરફ ચાંદીની કિંમતમાં આંશિક ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટી મુજબ વૈશ્વિક સ્તરે મજબૂત વલણના કારણે સ્થાનિક બજારમાં આજે 10 ગ્રામ સોનાની કિંમત 150 રૂપિયા વધી 67000 પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં 250 રૂપિયાનો આંશિત ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી પ્રતિ કિલોએ રૂપિયા 77250ના ભાવે બંધ થયા છે.
વાયદા કારોબારમાં સોનાનો 5253 લૉટનો કારોબાર
જ્યારે વાયદા કારોબારમાં 10 ગ્રામ સોનાની કિંમત 44 રૂપિયા ઘટી 66070 પર પહોંચી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલીવરી માટેના સોનાના કોન્ટ્રાક્ટની કિંમત 44 રૂપિયા અથવા 0.07 ટકાના ઘટાડા સાથે 66070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે, જેમાં 5253 લૉટનો કારોબાર નોંધાયો છે.
ફ્યુચર માર્કેટમાં ચાંદીનો 22830 લૉટનો કારોબાર
બુધવારે વાયદા બજારમાં પ્રતિ કિલો ચાંદીની કિંમતમાં સામાન્ય 18 રૂપિયાનો વધારો નોંધાયો છે અને તેનો ભાવ 74536 રૂપિયા પર પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં મે ડિલીવરી માટેના ચાંદીના કોન્ટ્રાક્ટની કિંમતમાં 18 રૂપિયા અથવા 0.02 ટકાના ઘટાડા સાથે 74536 રૂપિયા પર પહોંચ ગયો છે અને તેમાં 22830 લૉનો કારોબાર નોંધાયો છે.