સિંગતેલ તથા કપાસિયા તેલમાં સામસામા રાહ

- વિશ્વ બજારમાં પામતેલના ભાવમાં ઘટાડો

- રાજસ્થાનમાં મસ્ટર્ડ- સરસવના ભાવ ઘટયા મથાળેથી ઉંચકાયા

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
સિંગતેલ તથા કપાસિયા તેલમાં સામસામા રાહ 1 - image


મુંબઈ : મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે નવી માગ ઘટી હતી. આયાતી પામતેલમાં ૧૦ કિલોના રૂા. ૮૧૭થી ૮૧૮ના મથાળે હવાલા- રિસેલમાં છુટાછવાયા વેપાર થયા હતા. વિશ્વ બજારમાં મલેશિયા ખાતે પામતેલનો જાન્યુઆરી વાયદો ૪૧ પોઇન્ટ નરમ રહ્યો હતો જ્યારે અમેરિકાના કૃષી બજારોમાં સોયાતેલના ભાવ ઓવરનાઇટ ૩૩ પોઇન્ટ વધ્યા પછી આજે પ્રોજેક્શનમાં ભાવ વધુ ૧૯ પોઇન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હ તા.

ત્યાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૩૪ પોઇન્ટ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ૪૩ પોઇન્ટ નરમ રહ્યા હતા. મુંબઇ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ સિંગતેલના વધી રૂા. ૧૬૩૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ ઘટી રૂા. ૮૬૫ રહ્યા હતા.

સોરાષ્ટ્ર ખાતે ભાવ સિંગતેલના રૂા. ૧૬૦૦ તથા ૧૫ કિલોના રૂા. ૨૫૨૪ રહ્યા હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ ઘટી રૂા. ૮૦૦થી ૮૦૫ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, દિલ્હીથી મળતા સમાચાર મુજબ સરકારે કોપરાના ટેકાના ભાવ ક્વિ.ના રૂા. ૨૫૦થી ૩૦૦ જેટલા વધાર્યા છે. સરકારે મિલીંગ કોપરાના ભાવ વધારી  ક્વિ.ના રૂા. ૧૧૧૬૦ તથા બૉલ  કોપરાના ભાવ વધારી ક્વિ.ના રૂા. ૧૨ હજાર નક્કી કર્યા છે.

દરમિયાન, મુંબઇ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂા. ૮૩૫ તથા રિફાઇન્ડના રૂા. ૮૭૫ રહ્યા હતા. જ્યારે સન ફ્લાવરના ભાવ રૂા. ૮૧૫ તથા રિફાઇન્ડના રૂા. ૮૯૦ બોલાઇ રહ્યા હતા. મસ્ટર્ડ- સરસવ તેલના ભાવ રૂા. ૯૮૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૦૧૦ રહ્યા હતા. ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ રૂા. ૭૭૦ રહ્યા હતા.

એરંડા વાયદા બજારમાં આજે ભાવમાં  રૂા. ૪થી ૫નો  ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઇ હાજર એરંડાના ભાવ ક્વિ.ના રૂા. ૫૯૦૦ રહ્યા હતા. જ્યારે દિવેલના ભાવ જાતવાર ૧૦ કિલોના રૂા. ૧૨૦૦ થી ૧૨૨૦ બોલાઇ રહ્યા હતા. કંડલા ખાતે સોયાતેલ રિફાઇન્ડના ભાવ જાન્યુઆરીના રૂા. ૮૭૫ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે ૨૦ જાન્યુઆરી સુધીના ભાવ પામતેલના રૂા. ૮૨૦થી ૮૨૫ તથા સોયાતેલના રૂા. ૮૮૫થી ૮૯૦ અને સનફ્લાવરના રૂા. ૯૧૦થી ૯૧૫ રહ્યા હતા. નવી મુંબઇ  બંદરે સનફ્લાવરના ફોરવર્ડ ભાવ રૂા. ૮૪૦ રહ્યા હતા.

સોયાબીનની આવકો આજે મહારાષ્ટ્રમાં ૧ લાખ ૩૫ હજાર ગુણી તથા મધ્ય- પ્રદેશમાં ૧ લાખ ૩૦ હજાર ગુણી આવી હતી. મસ્ટર્ડ- સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૧ લાખ ૬૦ હજાર ગુણી તથા ઓલ ઇન્ડિયા આવકો ૩ લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ ક્વિ. દીઠ રૂા. ૨૫ વધી રૂા. ૫૬૫૦થી ૫૬૭૫ રહ્યાના નિર્દેશો હતા. મલેશિયામાં પામતેલનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થયાનું અનુમાન જાણકારો દર્શાવી રહ્યા હતા. 


oilseed

Google NewsGoogle News