Stock Market : નવા સપ્તાહમાં શેરબજારમાં જોવા મળશે ઉથલપાથલ, આ પાંચ પરિબળોની જોવા મળશે અસર
The Stock Market Will See Turmoil In The New Week : શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહ પર છે. નિષ્ણાતોના મત અનુસાર, આગામી સપ્તાહે ભારતીય શેરબજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો, ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે.
ગયા સપ્તાહે શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. જો કે મુખ્ય સૂચકાંકો સારા પ્રતિસાદ સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. નિફ્ટી 123 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 24304 પર અને સેન્સેક્સ 321 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 79724 પર રહ્યો હતો.
ગયા સપ્તાહે સેક્ટરલ રોટેશન જોવા મળ્યું
28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીના ટ્રેડિંગ સેશનમાં સેક્ટરલ રોટેશન જોવા મળ્યું હતું. આઇટી ઇન્ડેક્સ જે પાછલા સપ્તાહમાં મજબૂત બંધ રહ્યો હતો.
બેન્ક નિફ્ટીમાં વધારો
બેન્ક નિફ્ટી જે અગાઉના સપ્તાહમાં નબળો હતો. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ ઇન્ડેક્સમાં લગભગ 1.75 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બેંક અને કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સારા પરિણામો
શેરબજારમાં ગયા સપ્તાહે આવેલા ઉછાળાનું કારણ ICICI બેંક, ફેડરલ બેંક અને L&T જેવી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સારા પરિણામો છે. આ સિવાય બજારને મજબૂત સ્થાનિક આર્થિક ડેટાનો પણ સપોર્ટ મળ્યો છે.
આ પણ વાંચોઃ ખાનગી અને સરકારી બેન્કની બહારથી ધિરાણ લેવાનું વધી રહેલું જોખમી વલણ
રાજકોષીય ખાધમાં ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતની રાજકોષીય ખાધ 4.75 લાખ કરોડ રૂપિયા રહી છે. આ નાણાકીય વર્ષ 2024-25ના લક્ષ્યાંકના 29.4 ટકા છે. ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 7.02 લાખ કરોડ રૂપિયા હતો.
FIIનું વેચાણ વધ્યું
વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FII) દ્વારા ગયા સપ્તાહમાં આશરે રૂ. 14,000 કરોડનું વેચાણ થયું હતું. ઓક્ટોબરમાં FIIએ કુલ રૂ. 1.2 લાખ કરોડનું વેચાણ કર્યું હતું. છેલ્લા મહિના દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DII)એ શેરબજારમાં રૂ. 1.07 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.