શેરબજારને ચૂંટણી પરિણામ પસંદ ના પડ્યા, અદાણી જૂથની તમામ કંપનીઓના શેર તૂટ્યા
Image: Freepik
Lok Sabha Election Result 2024: શેરબજારને મતગણતરીના શરૂઆતી રૂઝાન પસંદ આવી રહ્યાં નથી. મોટા ઘટાડા સાથે બજાર ખુલ્યું છે. સૌથી વધુ ઘટાડો અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે બજારમાં જેટલી તેજી આવી હતી એટલો જ મોટો ઘટાડો આજે જારી છે.
સવારે સાડા નવ વાગે નિફ્ટીમાં લગભગ 600નો આંકડો નોંધાયો જ્યારે બેન્ક નિફ્ટીમાં 1500 આંકડાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારી કંપનીઓના શેરમાં ઘટાડો હાવી છે. એક્ઝિટ પોલ અનુસાર પરિણામ ન રહ્યું તો બજારમાં થોડા કરેક્શનની શક્યતા છે.
નિફ્ટી, બેન્ક નિફ્ટીમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો. અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો હાવી છે. અદાણી પોર્ટ્સના શેરમાં 9 ટકાનો ઘટાડો, અદાણી પાવરમાં 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકાનો ઘટાડો, અદાણી એન્ટરપ્રાઈઝમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. LICમાં 10 ટકા, HAL માં 10 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. રિલાયન્સમાં સાડા ચાર ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.