Get The App

ડોલર સામે રૂપિયો 80.28ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો

Updated: Sep 22nd, 2022


Google News
Google News
ડોલર સામે રૂપિયો 80.28ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો 1 - image


- ખુલ્યા પછી ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી 80.37ની સપાટીએ હતો 

અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર ઇન્ડેક્સ 112ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે ડોલર સામે રૂપિયો 80.28ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો હતો.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

ગઈકાલે ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે 3 થી 3.25 ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર 0.25 ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે 2008માં જોવા મળ્યા હતા. 

ખુલ્યા પછી ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી 80.37ની સપાટીએ હતો જે આગલા બંધ કરતા 40 પૈસાનો ઘટાડો દર્શાવે છે. 

Tags :
ForexDollarINRUSDCurrency-MarketRupee-Falls

Google News
Google News