Get The App

ડોલરમાં એકધારી આગેકૂચ વચ્ચે રૂપિયો 83.50ના નવા તળિયે ઉતર્યો

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ડોલરમાં એકધારી આગેકૂચ વચ્ચે રૂપિયો 83.50ના નવા તળિયે ઉતર્યો 1 - image


- શેરબજારમાં ઉછાળા વચ્ચે રૂપિયો ગબડતાં બજારમાં આશ્ચર્ય

- કામકાજના અંતે રૂપિયો 83.47 રહ્યો : ડોલર સામે જાપાનની કરન્સી 34 વર્ષના તળિયે પટકાઇ

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો ૮૩.૫૦ના નવા તળિયે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શેરબજાર ઉછળવા છતાં કરન્સી બજારમાં આજે રૂપિયો ગબડતાં બજારમાં આશ્ચર્ય ફેલાયું હતું.

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૩૬ વાળા શનિવારે બંધ બજારે વધી રૂ.૮૩.૪૮થી ૮૩.૪૯ થયા હતા તે આજે સવારે રૂ.૮૩.૩૯ ખુલ્યા પછી ઉંચામાં  ભાવ રૂ.૮૩.૫૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૪૭ રહ્યા હતા. રૂપિયો શુક્રવારના સત્તાવાર બંધ ભાવથી ગણતાં આજે ૦.૧૩ ટકા તૂટયો હતો  જ્યારે ડોલરના ભાવ રૂપિયા સામે વધુ ૧૨ પૈસા વધી ગયા હતા. 

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૨૬ ટકા ઘટયો હતો. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૨૬ ટકા ઘટયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૫.૪૬ થઈ ૧૦૫.૬૬ રહ્યાના સમાચાર હતા. 

અમેરિકામાં ફેડરલ રિઝર્વની બે દિવસીય મિટિંગ મંગળવારે  શરૂ થવાની છે તથા બુધવારે મિટિંગની પૂર્ણાહુતિ વખતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ આગામી વ્યાજ દર વિશે કેવા સંકેત આપે છે તેના પર બજારની નજર રહી હતી. ત્યાં હાલ તુરત વ્યાજ દરમાં ઘટાડો થવાન શક્યતા ઓછી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે  પાઉન્ડના ભાવ ૨૮ પૈસા વધી ઉંચામાં રૂ.૧૦૪.૬૭ થઈ રૂ.૧૦૪.૬૦ના મથાળે બંધ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે પાંચ પૈસા ઘટી નીચામાં રૂ.૮૯.૩૦ થઈ રૂ.૮૯.૪૪ રહ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે જાપાનની કરન્સી આંચકા પચાવી ઝડપી ૧.૦૯ ટકા ઉછળ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં પણ ડોલર સામે જાપાનની કરન્સી જે તૂટી ૩૪ વર્ષના તળિયે ઉતરી ગઈ  હતી તે આજે તળિયેથી ફરી બાઉન્સ બેક થયાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે ચીનની કરન્સી ૦.૧૯ ટકા ઉંચકાઈ હતી.


Google NewsGoogle News