સોના-ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ફરી પીછેહટ

- ડોલર ઈન્ડેક્સ વધતાં વિશ્વ બજારમાં ઉછાળે ફંડોનું સેલીંગ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ફરી પીછેહટ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.  વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા.  અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૩૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૮૩૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૧૫ થી ૨૫૧૬ વાળા નીચામાં ૨૪૮૫ થઈ ૨૫૦૦થી ૨૫૦૧ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઓંશના વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૮.૮૩ વાળા નીચામાં ૨૭.૭૦ થઈ ૨૮.૧૪થી ૨૮.૧૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૪૪ ડોલર રહ્યા હતા. 

પેલેડીયમના ભાવ ૯૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૬ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટયા ભાવથી ઉછાળા ઊભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૨.૨૧ થઈ ૭૧.૩૫ થઈ ૭૧.૪૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૮.૮૪ થઈ નીચામાં ભાવ ૬૭.૯૭ થઈ ૬૮.૦૩ ડોલર રહ્યા હતા.

 મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂૃ.૭૧૬૪૩ વાળા રૂ.૭૦૯૦૭ થઈ રૂ.૭૧૦૯૨ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૯૩૧ વાળા રૂ.૭૧૧૯૨ થઈ રૂ.૭૧૩૭૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૩૩૮ વાળા રૂ.૮૦૮૮૨ થઈ રૂ.૮૧૪૮૦ રહ્યા હતા. 

bullion

Google NewsGoogle News