Get The App

સોનામાં લાગશે લોટરી, જલ્દી 75000ની સપાટી કૂદાવશે! જાણો કઈ વાતથી મળ્યાં સંકેત?

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News

સોનામાં લાગશે લોટરી, જલ્દી 75000ની સપાટી કૂદાવશે! જાણો કઈ વાતથી મળ્યાં સંકેત? 1 - image

The Price Of Gold May Increase: અમેરિકામાં મંદીની ભીતિ વચ્ચે વિશ્વભરના શેરબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. જેની અસર આજે ભારતીય સ્ટોક માર્કેટ પર જોવા મળી રહી છે. હાલના આંકડા અનુસાર સેન્સેક્સ 2,380.55 પોઈન્ટના ઘટાડા સાથે 78,601.41 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી 719.70 પોઈન્ટ ઘટીને 23,998.00 પોઈન્ટ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ 24 હજારનો મહત્વનો સપોર્ટ તોડી નાખ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, બજારમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે. નિફ્ટી વધુ 7-10% સુધી ઘટવાની સંભાવના છે. જો આમ થશે તો બજાર 23,000 પર સપોર્ટ લેશે. બજારમાં હાલમાં થયેલા મોટો ઘટાડો સોના અને ચાંદીના રોકાણકારો માટે ફરી એક વખત સુવર્ણ તક લઈને આવ્યો છે. કોમોડિટી નિષ્ણાતોનું માનવું છે કે, સોના-ચાંદીમાં ફરી તેજી આવી શકે છે. તો ચાલો જાણીએ કે સોનામાં વધારો ક્યારે થશે અને તેને ધ્યાનમાં રાખીને ક્યારે રોકાણ કરવું જોઈએ?

આ પણ વાંચો: ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે, દેશ પર બોજ વધશે, શેરબજાર બાદ ફોરેક્સ માર્કેટે પણ રોવડાવ્યા

સોનું ફરી એકવાર 75,000ના સ્તર સુધી પહોંચી શકે

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના પ્રમુખ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ભય પણ વધી રહ્યો છે. જેથી વિશ્વમાં ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વધશે જે શેરબજાર પર નકારાત્મક અસર કરશે. આ સ્થિતિમાં આગામી સમયમાં શેરબજારમાં હજુ વધારે ઘટાડો થઇ શકે છે. જે સોના અને ચાંદીના ભાવમાં વધારો કરવાનું કામ કરશે. મારું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોએ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવી જોઈએ. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો અત્યારે સોના-ચાંદીની ખરીદી કરવાની આ એક સુવર્ણ તક છે. ટૂંક સમયમાં સોનું ફરી એકવાર 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી જઈ શકે છે.

2 વર્ષમાં સોનું 15 ટકા થી 18 ટકા સુધીનું વળતર આપી શકે

બજેટમાં મોદી સરકારે કસ્ટમ ડ્યુટીમાં કરેલા ઘટાડાના કારણે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. જો કે હવે વધારે ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અને વૈશ્વિક સ્તરે જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે તે સોના માટે સારું છે. આગામી સમયમાં તહેવારોની સીઝન આવી રહી છે જે સોનાની માંગમાં વધારો કરશે. માંગમાં વધારો થવાથી કિંમતમાં પણ વધારો જોવા મળશે. આ બધા પાસાઓને ઘટનમાં રાખતા અત્યારે સોનું ખરીદવાની સારી તક છે. આગામી 2 વર્ષમાં સોનું 15 ટકા થી 18 ટકા સુધીનું વળતર આપે તેવી અપેક્ષા છે.

સોનામાં લાગશે લોટરી, જલ્દી 75000ની સપાટી કૂદાવશે! જાણો કઈ વાતથી મળ્યાં સંકેત? 2 - image


Google NewsGoogle News