Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 68333 ઉપર બંધ થતાં 68888 જોવાશે

- નિફટી ૨૦૩૩૩ ઉપર બંધ થતાં ૨૦૫૩૩ જોવાશે

મંગળવારે ૧૯,સપ્ટેમ્બરના ગણેશ ચતુર્થીના બજારો બંધ રહેશે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 68333 ઉપર બંધ થતાં 68888 જોવાશે 1 - image


મુંબઈ : તેજીના નવા શિખરો સર કરતાં રહી ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા છે. જી-૨૦ સમિટના ઉન્માદમાં લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ રોકાણકારોની તેજીનો નવો ઈતિહાસ રચાયો છે.  ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાંના પરિણામે વૈશ્વિક બજારોમાં કંઈક અંશે હાથકારો અનુભવાયો છે. વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા હવે આગામી દિવસોમાં આર્થિક વિકાસ પર ફોક્સ કરી  વ્યાજ દર વધારો અટકે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ છે.  ક્રુડ ઓઈલની આયાત પર નિર્ભર ભારત માટે એક તરફ રશિયાએ સસ્તું ક્રુડ આપવાનું અટકાવ્યાના અને હવે ક્રુડ ઓઈલની નિકાસ પર ડયુટીમાં વધારો કરતાં અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોઈ ભારતનો આયાત ખર્ચ બોજ વધશે. ચૂંટણીના દિવસોમાં અત્યારે સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરવાનું મુશ્કેલ બનવાની શકયતાએ આર્થિક ભીંસ વધવાના નેગેટીવ પરિબળે બજારો પર અસર થઈ શકે છે.  અહીંથી અવારનવાર તેજીના અતિરેક અને અતિની ગતિથી સાવચેત રહેવાની સલાહ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઓવરવેલ્યુએશન,  ફંડામેન્ટલથી શેરો આગળ નીકળી ગયા હોવાની વાતે ચેતવવામાં આવ્યા મુજબ ગત સપ્તાહમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આંચકા સાથે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું છે.

યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ, સંસદના ખાસ સત્ર, ક્રુડ ઓઈલના ભાવ, ડોલર-રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર

ફંડો સ્મોલ, મિડ કેપથી લાર્જ કેપ શેરોમાં રોકાણ તરફ વળતાં ગત સપ્તાહમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વિક્રમી દોર આગળ વધ્યો છે. જે હજુ ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં આકર્ષણે આગળ વધવાની સંભાવના રહેશે.  પરંતુ સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી રાખવી અને સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં જ રોકાણ કરવું સલાહભર્યું છે. નવા સપ્તાહમાં વૈશ્વિક મોરચે ક્રુડના ભાવ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની ૨૦,સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં વ્યાજ દર પર નિર્ણય અને બેંક ઓફ જાપાનની ૨૨,સપ્ટેમ્બરના મીટિંગ પર નજર રહેશે. આ સાથે ચાઈનામાં સ્ટીમ્યુલસ પગલાં વચ્ચે કોઈ નવી કટોકટી સર્જાવાનો ભય અને પ્રોપર્ટી ક્ષેત્રે કટોકટીની વિશ્વ પર અસર મહત્વના પરિબળો રહેશે. ઘર આંગણે ચોમાસાની પ્રગતિ પર નજર સાથે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર યોજાનારા સંસદના ખાસ સત્ર પર નજર રહેશે. આગામી સપ્તાહમાં મંગળવારે ૧૯, સપ્ટેમ્બર ૨૦૨૩ના ગણેશ ચતુર્થી નિમિતે શેર બજારો બંધ રહેનાર છે, ત્યારે ચાર ટ્રેડીંગ દિવસના આગામી અઠવાડિયામાં વૈશ્વિક અને સ્થાનિક પરિબળો  વચ્ચે સેન્સેક્સ ૬૮૩૩૩ ઉપર બંધ આવતાં ૬૮૮૮૮ અને નિફટી ૫૦ સ્પોટ  ઈન્ડેક્સ ૨૦૩૩૩ ઉપર બંધ આવતાં ૨૦૫૩૩ જોવાય એવી શકયતા રહેશે.

 અર્જુનની આંખે : Heubach Colorants India Ltd.

બીએસઈ(૫૦૬૩૯૦), એનએસઈ(HEUBACHIND), રૂ.૧૦ પેઈડ-અપ, મલ્ટિનેશનલ કંપનીઓ પ્રમોટેડ ૫૪.૩૭ ટકા હોલ્ડિંગ ધરાવતી, પાંચ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૨૫.૦૯ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી,  હિબચ કલરન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ(HEUBACH COLORANTS INDIA LTD.) (જૂનું નામ કલેરિયન્ટ કેમિકલ લિમિટેડ-CLARIANTS CHEMICAL LTD.), COLORANT INTERNATIONAL AG SWITZERLAND હસ્તક ૩૬.૫૬ ટકા પ્રમોટર ઈક્વિટી અને EBITO chemi ebetelligungen AG  પાસે ૧૭.૮૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ થકી કુલ ૫૪.૩૭ ટકા મલ્ટિનેશનલ કંપનીઓ પાસે પ્રમોટર હોલ્ડિંગની કંપની છે. હિબચ કલરન્ટસ ઈન્ડિયા લિમિટેડ સ્પેશ્યાલિટી કેમિકલ્સ અને પ્લાસ્ટિક્સ તેમ જ કોટિંગ્સના મેન્યુફેકચરીંગ અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે પ્રવૃત છે. કંપનીના પ્રોડકટ્સ પોર્ટફોલિયોમાં ઓર્ગેનિક પિગ્મેન્ટ્સ, કેટાલિસ્ટ્સ, ડિટર્જન્ટ્સ અને ઈન્ટરમીડિયેટ્સ, ડાયઝ, એડિટીવ્ઝ, એગ્રોકેમિકલ્સ, બાયો-બેઝડ કેમિકલ્સ, ફંકશનલ મિનરલ્સ અને વેક્સિસ અને કોટિંગનો સમાવેશ છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ-એપ્લિકેશન્સ ઓટોમોબાઈલ, એવિયેશન, કન્સ્ટ્રકશન, એગ્રીકલ્ચર, કેમિકલ, ઓઈલ એન્ડ ગેસ, હોમ કેર, પેઈન્ટસ અને કોટિંગ્સ, પર્સનલ કેર, ફૂડ, ઈલેક્ટ્રોનિક અને  ગ્રાફિક એન્ડ પ્રિન્ટિંગ વગેરે ઉદ્યોગોમાં થાય છે. કંપની આ ઉપરાંત માઈનિંગ અને ઓઈલ-ગેસ સર્વિસિઝ જેમ કે કોરોસન મેનેજમેન્ટ અને કેમિકલ  ડિલિવરી અને ડાટા મેનેજમેન્ટ સિસ્ટમ્સ પૂરી પાડે છે. કંપની  મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તમિલ નાડુ અને ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે અને  મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવે છે.

હિબચ દ્વારા કલેરિયન્ટ કેમિકલ્સ ઈન્ડિયાનું શેર દીઠ રૂ.૪૯૩.૮૨ ભાવે એક્વિઝિશન : ક્લેરિયન્ટ કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડને હિબચ દ્વારા શેર દીઠ રૂ.૪૬૬.૮૨ ભાવે હસ્તગત કરવાની ઓફર  બાદ આ ભાવ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન વધારીને રૂ.૪૯૩.૮૩ કરી હસ્તગત કરાઈ હતી. 

હિબચ ગુ્રપ-HEUBACH :  કંપનીના નવા પ્રમોટર હિબચ ગુ્રપ  બન્ને અગ્રણી કલર ઈન્નોવેટર્સ-હિબચ અને ક્લેરિયન્ટસના વૈશ્વિક કલરન્ટસ બિઝનેસને સાથે લાવ્યું છે. અત્યારે હિબચ ઓર્ગેનિક, ઈનોર્ગેનિક અને એન્ટિ કોરોસિવ પિગ્મેન્ટસ, પિગ્મેન્ટસ પ્રિપેરેશન્સ, ડાયઝ અને સ્પેશ્યાલિટી મટીરિયલ્સનો વિશ્વનો સૌથી વધુ સંપૂર્ણ પોર્ટફોલિયો ધરાવતી વૈશ્વિક અગ્રણી પૈકી એક છે.ગુ્રપ વિશ્વભરમાં ૧૯ સવલતો ધરાવે છે. 

શેર હોલ્ડિંગ પેટર્ન : COLORANT INTERNATIONAL AG SWITZERLAND હસ્તક ૩૬.૫૬ ટકા પ્રમોટર ઈક્વિટી અને EBITO chemi ebetelligungen AG પાસે ૧૭.૮૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ થકી કુલ ૫૪.૩૭ ટકા મલ્ટિનેશનલ કંપનીઓ પાસે પ્રમોટર હોલ્ડિંગ, ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૦.૨૯ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૬૩ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૩૬.૧૩ ટકા હોલ્ડિંગ છે.

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૬૬માં ૨:૫ શેર, વર્ષ ૧૯૬૯માં ૪:૭ શેર, વર્ષ ૧૯૭૪માં ૧:૨ શેર, વર્ષ ૧૯૭૭માં ૩:૮ શેર અને વર્ષ ૧૯૮૦માં ૨:૫ શેર બોનસ

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૮૭ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૨૧૮

કોન્સોલિડેેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :

ચોખ્ખી આવક  રૂ.૭૭૧.૮૪ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩.૩૦  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૫.૪૮ કરોડ, જે અસાધારણ આઈટમ બાદ રૂ.૧૯.૧૮ કરોડ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક રૂ.૮.૩૧  નોંધાવી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ :

ચોખ્ખી આવક રૂ.૨૨૨.૯૨ કરોડની તુલનાએ ઘટીને રૂ.૨૦૯.૧૧  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ૭.૬૫  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦.૯૪ કરોડની તુલનાએ વધીને રૂ.૧૬ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૪.૭૪ થી  વધીને રૂ.૬.૯૩ હાંસલ કરી છે. 

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી  માર્ચ ૨૦૨૪ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૯૦૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૧.૫૫ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૧ અપેક્ષિત છે. 

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં.(૨) મલ્ટિનેશનલ કંપનીઓ COLORANT INTERNATIONAL AG SWITZERLAND હસ્તક ૩૬.૫૬ ટકા પ્રમોટર ઈક્વિટી અને EBITO chemi ebetelligungen AG પાસે ૧૭.૮૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ થકી ૫૪.૩૭  ટકા મલ્ટિનેશનલ કંપનીઓના પ્રમોટર્સ હોલ્ડિંગની (૩) પાંચ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૨૫.૦૯ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૪) હિબચ કલરન્ટસ ઈન્ડિયા લિમિટેડ તેની અપેક્ષિત વર્ષ ૨૦૨૩-૨૪ની ઈપીએસ રૂ.૩૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૧૮ સામે રૂ.૧૦  પેઈડ-અપ શેર ૧૫,સપ્ટેમ્બર ૨૦૨૩ના શુક્રવારના બીએસઈ પર રૂ.૪૯૩.૧૦ ભાવે (એનએસઈ પર રૂ.૪૯૧.૯૦) કેમિકલ ઉદ્યોગોના સરેરાશ ૩૦ના પી/ઈ અને ડાયઝ એન્ડ પિગ્મેન્ટસ ઉદ્યોગોના સરેરાશ ૪૦ના  પી/ઈ સામે માત્ર ૧૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Sensex

Google NewsGoogle News