Get The App

ગુજરાતના રોકાણકારોને અયોધ્યાની ભૂમિ પર રોકાણ કરવાની તક આપી રહ્યું છે હાઉસ ઓફ અભિનંદન લોઢા

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
The Saryu




The House of Abhinandan Lodha Gives opportunity to invest In Ayodhya: ભારતની અગ્રણી બ્રાન્ડેડ લેન્ડ ડેવલપર હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) ગુજરાતના તમામ રોકાણકારોને વૈશ્વિક સ્તરે આધ્યત્મિક ભૂમિ તરીકે પ્રચલિત અયોધ્યામાં રોકાણ કરવાની અનન્ય તક આપી રહી છે. પહેલી સપ્ટેમ્બર, રવિવારના રોજ ગુજરાતના રોકાણકારો સાથેની ઈવેન્ટમાં આ અંગે જાહેરાત કરાઈ હતી. તે બ્રાન્ડની આ પ્રકારની પ્રથમ કન્ઝ્યુમર ઈવેન્ટ હતી.

ફ્લેગશિપ પ્રોજેક્ટ 'ધ સરયુ'માં રોકાણ કરવાની તક

કંપનીએ અયોધ્યામાં ગ્રોથ અને રોકાણની તકો શોધતાં તમામ ઈચ્છુક રિયલ એસ્ટેટ ખરીદદારો માટે અમદાવાદ, સુરત અને રાજકોટના મુખ્ય સ્થળો પર એક વિશિષ્ટ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં રોકાણકારોને બ્રાન્ડનો ઈતિહાસ અને સફળતા, અયોધ્યાની રોકાણ અને ગ્રોથની સંભાવના અને અંદાજિત રિટર્ન, ફ્લેગશિપ પ્રોજેક્ટ ધ સરયુ – અયોધ્યા, ભારતના શ્રેષ્ઠ 7-સ્ટાર ડેવલપમન્ટ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સ્થળ શ્રી રામ જન્મભૂમિ મંદિરથી 15 મિનિટના અંતરે અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 30 મિનિટના અંતરે આવેલું છે.

આ ઈવેન્ટમાં મહેમાનોએ ઓક્યુલસ ટેક્નોલોજીની મદદથી સમગ્ર પ્રોજેક્ટનો ઈમર્સિવ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ કરાવાયો હતો, જેમાં તેમણે ખુદ હાજર હોય એવો અનુભવ કર્યો હતો. ત્રણ સ્થળે યોજાયેલી આ ઈવેન્ટમાં 600થી વધુ લોકોએ હાજરી આપી હતી. ઓટોમોબાઈલ્સ, રિયલ એસ્ટેટ, જ્વેલરી, ઈમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ, ફાઈનાન્સ, ટેક્સટાઈલ, સિરામિક્સ, કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી લોકોએ તેમાં ભાગ લીધો હતો.

અમિતાભ બચ્ચને પણ કર્યું રોકાણ

ગુજરાતના HNIs અને UHNIs તરફથી આ ઈવેન્ટને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ અયોધ્યામાં જાન્યુઆરી, 2024માં ભારતનો શ્રેષ્ઠ 7-સ્ટાર ફ્લેગશીપ ડેવલપમેન્ટ ‘ધ સરયુ’ લોન્ચ કર્યો હતો. જેમાં અમિતાભ બચ્ચન પણ 10000 ચોરસ ફૂટ પ્લોટમાં રોકાણ કરી ચૂક્યા છે. આ ડેવલપમેન્ટના ભાગરૂપે હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે લીલા પેલેસ, હોટલ્સ, અને રિસોર્ટ્સ સાથે જોડાણ કર્યું છે, જ્યાં 5-સ્ટાર હોટલ પણ હશે.

સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી સમૃદ્ધ શહેર અયોધ્યા વૈશ્વિક મંચ પર ટોચની આધ્યાત્મિક રાજધાની તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. અયોધ્યામાં તેની માળખાકીય સુવિધાઓ, હોસ્પિટાલિટી અને પ્રવાસન અનુરૂપ પહેલો સાથે મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. આગામી વર્ષોમાં આ શહેર સૌથી વધુ પ્રવાસીઓની સંખ્યા સાથે સૌથી વધુ મુલાકાત લેવાયેલા આધ્યાત્મિક, ધાર્મિક અને આધુનિક શહેર તરીકે ઓળખાવવા સજ્જ હશે.

ભારતની સૌથી મોટી બ્રાન્ડેડ લેન્ડ ડેવલપર કંપની HoABL એક અત્યાધુનિક કન્ઝ્યુમર ટેક કંપની છે, જે ભારતમાં ન્યૂ જનરેશન લેન્ડની પણ પ્રણેતા ગણાય છે. રોકાણકારો માટે જમીનનું લોકશાહીકરણ કરવાનું વિઝન ધરાવતા અભિનંદન લોઢા આ સાહસમાં ટેક્નોલોજીનો લાભ લઈ ભારતમાં જમીનની માલિકીનું પરિવર્તન કરી રહ્યા છે. HoABL લોકોના રોકાણ પોર્ટફોલિયોનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બનવાની હોવાની સાથે ગ્રાહક માટે જમીન માલિકીની પ્રક્રિયા સરળ અને સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

સંપૂર્ણપણે ડિજિટલ સેલ્સ મોડલ સાથે HoABL જમીન ખરીદીમાં પણ સીમલેસ, લોકેશન ઈન્ડિપેન્ડન્ટ એટલે કે વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ કરાવે છે.  HoABL એપ ગ્રાહકોને તેમની જમીન ખરીદ પ્રક્રિયાને ટ્રેક કરતાં રોકાણ કરવાની પરવાનગી આપે છે. જેનાથી તેઓ અસરકારક રીતે પોતાનો પોર્ટફોલિયો મેનેજ કરી શકે છે. HoABLએ માત્ર ત્રણ વર્ષમાં 150 એકર તૈયાર પ્લોટની ડિલિવરી કરી છે, અને ઈન્ડસ્ટ્રીના બેન્ચમાર્ક નિર્ધારિત 700 એકર જમીન  બાંધકામ હેઠળ છે. 

6000થી વધુ ગ્રાહકો

તમામ ગ્રાહકો સાથે કોઈપણ ફિઝિકલ મીટિંગ વિના વર્ચ્યુઅલી સંપર્ક કરતી હોવા છતાં તે 6000થી વધુ ગ્રાહક આધાર ધરાવે છે. જેમાં 17 ટકા ગ્રાહકો અમેરિકા, યુએઈ, અને સિંગાપોર જેવા 20 દેશોમાંથી એનઆરઆઈ  સામેલ છે. બાકીના 83 ટકા દેશના 150 શહેરોમાંથી છે. આ આંકડા HoABL બ્રાન્ડની દેશ અને વિદેશમાં વ્યાપક હાજરી દર્શાવે છે. HoABL ભારતમાં અયોધ્યા, ગોવા, મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ્સ સહિત ઉત્કૃષ્ટ ડિઝાઇન, આજુબાજુની સુંદર જગ્યાઓ અને શ્રેષ્ઠ સુવિધાઓના સંયોજન સાથે સમગ્ર ભારતમાં વિશાળ રોકાણ તકો ઓફર કરે છે. HoABL ભારતમાં લક્ઝરી લાઈફસ્ટાઈલ અને એક્સક્લુઝિવ જમીન માલિકીને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે. 

ગુજરાતના રોકાણકારોને અયોધ્યાની ભૂમિ પર રોકાણ કરવાની તક આપી રહ્યું છે હાઉસ ઓફ અભિનંદન લોઢા 2 - image


Google NewsGoogle News