ભારતનો પ્રવાસ ટાળ્યા બાદ એલન મસ્ક અચાનક ચીન જવા રવાના થયા, જાણો શું છે કારણ
Elon Musk: ટેસ્લાના સીઈઓ એલન મસ્કે હાલમાં જ ભારતનો પ્રવાસ ટાળી દીધો હતો. પરંતુ હવે તેઓ અચાનકથી ભારતના દુશ્મન દેશ ચીનની મુસાફરી માટે રવાના થયા છે. ચીનને ઇલેક્ટ્રિક વાહન દિગ્ગજનો બીજો સૌથી મોટું બજાર પણ માનવામાં આવે છે. સૂત્રોના હવાલાથી એક સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે.
એક અઠવાડિયા પહેલા ભારત પ્રવાસ ટાળ્યો હતો
મસ્કે એક અઠવાડિયા પહેલા જ ભારતનો પ્રવાસ ટાળ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા અને ભારતીય બજારમાં પ્રવેશ કરવાની યોજનાનું એલાન કરવાના હતા.
કયા મુદ્દે થશે ચર્ચા?
હવે જણાવાય રહ્યું છે કે, ટેસ્લાના સીઈઓ ચીનના વરિષ્ઠ અધિકારીઓને મળવાનો પ્રયાસ કરશે, જેનાથી તેઓ ફુલ-સેલ્ફ ડ્રાઈવિંગ (એફએસડી) સોફ્ટવેર પર ચર્ચા કરી શકે. સાથે જ તેઓ પ્રયાસ કરશે કે ચીન ફુલ-સેલ્ફ ડ્રાઈવિંગથી સંબંધિત એકઠા થયેલા ડેટાને અમેરિકા ટ્રાન્સફર કરવા માટે તૈયાર થઈ જાય.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પ્રશ્નના જવાબમાં મસ્કે કહ્યું કે, ટેસ્લા ચીનમાં ગ્રાહકો માટે ખુબ જલ્દી એફએસડી ઉપલબ્ધ કરાવી શકે છે.
એક સમાચાર એજન્સીના અનુસાર, ટેસ્લાએ 2021 બાદથી ચીની નિયામકો દ્વારા શંઘાઈમાં પોતાના ચીની કાફલા દ્વાર એકત્ર કરાયેલા તમામ ડેટા સંગ્રહ કર્યા છે અને કોઈને પણ અમેરિકા પરત ટ્રાન્સફર નથી કર્યા.