દેશની ટેલિકોમ કંપનીઓ સરકારને રૂ. 11 હજાર કરોડની ચૂકવણી કરશે, જાણો કેમ
5G spectrum auction: દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓએ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 11 હજાર કરોડની બીડ મૂકી છે. 25 જૂને શરૂ થયેલી આ હરાજીના છ રાઉન્ડ યોજાયા હતા. કેન્દ્ર સરકાર રૂ. 96,317.65 કરોડના એરવેવનું વેચાણ કરી રહી છે.
રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ સબ- GHz બેન્ડ, 900 MHz અને પસંદગીના મીડ બેન્ડ્સ, 1800 MHz તથા 2100 MHz માટે બીડ ભર્યા છે. જે અંતર્ગત 10 દિવસની અંદર કેન્દ્ર સરકારને 11 હજાર કરોડની ચૂકવણી કરવી પડશે.
ટેલિકોમ કંપનીઓએ રજૂ કરેલા બીડ
5જી સ્પેક્ટ્રમની હરાજીના પ્રથમ દિવસે ટેલિકોમ કંપનીઓએ 900 MHz બેન્ડમાં રૂ. 7004 કરોડનું 60.4 MHz સ્પેક્ટ્રમ ખરીદ્યુ હતું. જ્યારે 1800 MHzમાં 50.6 MHz માટે રૂ. 3614 કરોડ 2100 MHzમાં 20 MHz માટે રૂ. 546 કરોડના બીડ ભર્યા હતા. આ બીડ 20 વર્ષ સુધી માન્ય રહેશે. જેમાં ટેલિકોમ કંપનીઓ 10 વર્ષ બાદ સ્પેક્ટ્રમ સરેન્ડર, લીઝ પર, ટ્રેડ, અન્ય સાથે શેર કરી શકશે.
ભારતીય શેરબજાર સોળે કળાએ ખીલ્યું, રેકોર્ડ બ્રેક તેજી સાથે સળંગ બે દિવસ ઐતિહાસિક ટોચે બંધ
બાકી પર 8.65 ટકા વ્યાજ ચૂકવવુ પડશે
મોટાભાગની ટેલિકોમ કંપનીઓ સ્પેક્ટ્રમ હરાજીની સંપૂર્ણ રકમ એકસામટી ચુકવવાનો આગ્રહ રાખશે. જો ટુકડે-ટુકડે રકમ ચૂકવવાનું નક્કી કરશો તો આ હરાજીની બાકી રકમ પર 8.65 ટકા વ્યાજ લાગૂ થશે. જે 2022ની હરાજીમાં 7.2 ટકા વ્યાજ કરતાં વધુ છે. બાકી ચૂકવણી માટે 20 વર્ષના હપ્તાઓ અથવા મોરેટોરિયમનો વિકલ્પ મળશે. પ્રથમ હપ્તો હરાજીના 10 દિવસ બાદ ચૂકવવાનો રહેશે. જ્યારે પ્રિ-પેમેન્ટ પર કોઈ પેનલ્ટી કે વ્યાજ લાગૂ થશે નહીં.
હવે સિમ કાર્ડ સરળતાથી પોર્ટ કરી શકાશે નહીં, 1 જુલાઈથી નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે