Get The App

પાકિસ્તાનમાં આઈટીઆર ન ભરનારા વિરૂદ્ધ અલગ અંદાજમાં કાર્યવાહી, સીમ કાર્ડ બ્લોક કર્યા

Updated: May 13th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં આઈટીઆર ન ભરનારા વિરૂદ્ધ અલગ અંદાજમાં કાર્યવાહી, સીમ કાર્ડ બ્લોક કર્યા 1 - image

Image: FreePik



Punishment For Not Filling ITR: આર્થિક મંદીનો સામનો કરી રહેલા પાકિસ્તાને આઈટીઆર ફાઈલ ન કરનારા વિરૂદ્ધ કડક પગલાં લીધા છે. પાકિસ્તાને ઈનકમ ટેક્સ ફાઈલ ન કરવા બદલ 3500થી વધુ લોકોના સીમ કાર્ડ બ્લોક કરી દીધા છે. ટેલિકોમ ઓપરેટર્સે પાકિસ્તાનની ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યૂ (FBR)ને આ મામલે વચન આપ્યું હતું કે, આઈટીઆર ફાઈલ કરનારા વિરૂદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તેઓ સીમ કાર્ડ બ્લોક કરશે.

નવુ સીમ ખરીદવા માટે 90 ટકા વધુ ટેક્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્સપ્રેસ ટ્રિબ્યૂનનો હવાલો આપતાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી પાછળનો ઉદ્દેશ 5,06,671 લોકોને 2023 માટે રિટર્ન ફાઈલ કરવા પ્રેરિત કરવાનો હતો. જે લોકોએ આઈટીઆર ફાઈલ નથી કર્યુ તેમના સીમ કાર્ડ બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સીમ બ્લોક થયા બાદ નવુ સીમ કાર્ડ લેવા જશે તો તેણે 90 ટકા વધુ ટેક્સ ચૂકવવો પડશે. બાદમાં જ નવુ સીમ ચાલુ થશે.

5000 લોકોને ચેતવણી આપી

એફબીઆરએ લગભગ 5000 લોકોને સંદેશ મોકલી ચેતવણી આપી હતી કે, જો તેઓ પોતાનુ રિટર્ન ફાઈલ નહિ કરે તો તેમના સીમ બ્લોક કરી દેવામાં આવશે. ટેલિકોમ કંપનીઓને આઈટીઆર ફાઈલ ન કરનારાના નંબર મોકલી સીમ કાર્ડ મેન્યુઅલ બ્લોક કરવા નિર્દેશ કર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ બ્લોક કરેલા સીમને વેરિફાઈ કરવા માટે એક ઓટોમેટિક સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે.

જો આઈટીઆર નહિં ભરે તો આ રીતે ટેક્સ વસૂલાશે

પાકિસ્તાને વધુ એક નિર્દેશ પણ જારી કર્યો છે, જેમાં ઈનકમ ટેક્સ ન ભરનારા લોકોના મોબાઈલ બેલેન્સમાંથી ટેક્સ વસૂલવામાં આવશે. અર્થાત પ્રિ-પેઈડ અને પોસ્ટપેઈડ નોન-ફાઈલર્સ દ્વારા કરવામાં આવેલા મોબાઈલ બેલેન્સમાંથી એક ઓટોમેટિક સિસ્ટમના માધ્યમથી 90 ટકા રકમ ટેક્સ હેઠળ વસૂલાશે. જો પાકિસ્તાની ચલણમાં 100નું બેલેન્સ કરાવ્યુ હશે તો તેમાંથી 9PKR ટેક્સ હેઠળ કાપી લેવામાં આવશે.

  પાકિસ્તાનમાં આઈટીઆર ન ભરનારા વિરૂદ્ધ અલગ અંદાજમાં કાર્યવાહી, સીમ કાર્ડ બ્લોક કર્યા 2 - image


Google NewsGoogle News