IT રિટર્નથી લઈને TDS-GST સુધી... 31 માર્ચ પહેલા પતાવી લેજો આ 6 કામ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
IT રિટર્નથી લઈને TDS-GST સુધી... 31 માર્ચ પહેલા પતાવી લેજો આ 6 કામ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 18 માર્ચ 2024 સોમવાર

માર્ચ મહિનો થોડા દિવસમાં પૂરો થવાનો છે. આ સાથે જ નાણાકીય વર્ષ 2023-24 પણ પૂર્ણ થઈ જશે અને નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત થશે પરંતુ આ પરિવર્તન માટે તમે તૈયાર રહો. આ માટે તમારે પહેલા અમુક જરૂરી કાર્ય પૂર્ણ કરવા પડશે. માર્ચમાં નાણાકીય વર્ષનું ક્લોજિંગ થાય છે. જેમાં રૂપિયા સાથે જોડાયેલા ઘણા કાર્યો પૂરા કરવાના હોય છે.

1. Updated ITR Filing

ટેક્સપેયર્સ માટે આ કામ મહત્વના છે. 31 માર્ચ સુધી પોતાનું અપડેટેડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવી શકે છે. FY 2020-21 (AY 2021-22) માટે અપડેટેડ રિટર્ન આ તારીખ સુધી ફાઈલ કરવામાં આવી શકે છે. આવા ટેક્સપેયર્સ જેમણે આ નાણાકીય વર્ષમાં પોતાનું રિટર્ન ફાઈલ કર્યુ નહોતુ કે પછી પોતાની આવકનો અમુક ભાગ બતાવી શક્યા નહોતા કે પછી પોતાના ઈનકમ ટેક્સ રિટર્નમાં અમુક ખોટી માહિતી ફાઈલ કરી દીધી હતી. આ સ્થિતિઓમાં તેઓ ઈનકમ ટેક્સ પોર્ટલ પર જઈને અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકો છો.

2. TDS Filing 

જાન્યુઆરી 2024 માટે અલગ-અલગ કલમ હેઠળ લેવામાં આવેલી ટેક્સ છૂટ માટે ટેક્સપેયર્સને માર્ચમાં ટીડીએસ ફાઈલિંગ સર્ટિફિકેટ બતાવવુ પડશે. સેક્શન 194-IA, 194-IB અને 194M હેઠળ ટેક્સ ડિડક્શન થયુ છે તો આ માટે 30 માર્ચ પહેલા ચલણ સ્ટેટમેન્ટ ફાઈલ કરવુ પડશે.

3. GST Composition Scheme

FY 2024-25 માટે વર્તમાન જીએસટી ટેક્સપેયર્સ GST Composition Scheme માટે 31 માર્ચ સુધી અપ્લાય કરી શકે છે. એક નક્કી ટર્નઓવર વાળા પાત્ર બિઝનેસ ટેક્સપેયર્સ આ સ્કીમ માટે અરજી કરી શકે છે. જે એક વધુ સિંપ્લીફાઈડ ટેક્સ સ્ટ્રક્ચર સ્કીમ છે. આ માટે તેમને CMP-02 ફોર્મ ભરવુ પડશે. આવા જીએસટી ટેક્સપેયર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા છે. તે આ સ્કીમ હેઠળ અપ્લાય કરી શકે છે. અમુક ખાસ કેટેગરી હેઠળ આને 75 લાખ રાખવામાં આવ્યુ છે. રેસ્ટોરન્ટ માટે જ્યાં આ 1.5 કરોડ છે. ત્યાં બીજી સર્વિસ પ્રોવાઈડર્સ માટે 50 લાખ છે.

4. ટેક્સ બચાવવા માટે રોકાણ

એપ્રિલથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય પણ શરૂ થઈ જશે. જો FY 2023-24 માટે તમે ઓલ્ડ ટેક્સ રિજીમમાં ટેક્સ ફાઈલ કરી રહ્યા છો તો તમે પોતાના રોકાણ પર ટેક્સ છૂટ પણ ક્લેમ કરી શકો છો. જો તમે પહેલા ટેક્સ સેવિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકાણ કર્યુ નથી તો તમે 31 માર્ચ પહેલા આમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. સેક્શન 80C હેઠળ તમારી પાસે આવા ઘણા રોકાણના વિકલ્પ છે જે ટેક્સ બચાવવાની તક આપે છે. જેમ કે PPF, ELSS. સુકન્યા સમૃદ્ધિ, ટર્મ ડિપોઝિટ, NPS અને પોસ્ટ ઓફિસની બીજી સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવામાં આવી શકે છે.

5. મિનિમમ રોકાણની શરત

પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ સહિત આવી જ બીજી સરકાર સમર્થિત યોજનાઓમાં રોકાણ કરી રાખ્યુ છે તો તમારે પોતાના એકાઉન્ટમાં દરેક નાણાકીય વર્ષમાં એક મિનિમમ રકમ નાખવી જ પડે છે. પીપીએફમાં તમારે એક વર્ષમાં મિનિમમ 500 રૂપિયા અને SSYમાં 250 રૂપિયા સુધીનું રોકાણ કરવાનું જ હોય છે પરંતુ તમે આવુ કરતા નથી તો તમારા એકાઉન્ટને ડિફોલ્ટ જાહેર કરી શકાય છે અને તમારે આની પર દંડ આપવો પડી શકે છે.

6. FASTag KYC Update

ફાસ્ટેગ યૂઝર્સ માટે પણ 31 માર્ચની ડેટ જરૂરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ યૂઝર્સ માટે ફાસ્ટેગની KYC ડિટેલ્સ અપડેટ કરવા માટે ડેડલાઈન વધારી દીધી છે. પહેલા આ માટે અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી હતી જેને હવે 31 માર્ચ કરી દેવાઈ છે. તમે પોતાના ફાસ્ટેગ કંપનીના હિસાબે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની વેબસાઈટ કે પછી ઈન્ડિયન હાઈવેસ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પોર્ટલ પર જઈને પોતાના ફાસ્ટેગની KYC ડિટેલ્સ અપડેટ કરી શકો છો. આવુ ન કરવાની સ્થિતિમાં 1 એપ્રિલથી તમારુ ફાસ્ટેગ એકાઉન્ટ અને ડિવાઈસ ગેરકાયદેસર બની જશે.


Google NewsGoogle News