Get The App

12 જ દિવસમાં રૂ.1,225 કરોડનો વધારો, CM બનતા પહેલા જ ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિ વધી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
12 જ દિવસમાં રૂ.1,225 કરોડનો વધારો, CM બનતા પહેલા જ ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિ વધી 1 - image


Chandrababu Naidu Company Heritage Foods Share Price : લોકસભા ચૂંટણી-2024માં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) કિંગમેકર બની છે, તો બીજીતરફ પાર્ટીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ દમદાર પ્રદર્શન કરી 175 બેઠકોમાંથી 135 બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા છે. સૌથી મોટી વાત એ છે કે, ચંદ્રબાબુ રાજ્યના મુખ્યમંત્રી બને તે પહેલા તેમના પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. તેમના પરિવારની નેટવર્થમાં છેલ્લા 12 દિવસમાં 105 ટકાનો ઉછાળો આવ્યો છે. બંને ચૂંટણીમાં ધારદાર પ્રદર્શન કર્યા બાદ નાયડુ પરિવારની નેટવર્થ 1225 કરોડ રૂપિયાની ધરખમ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, તેમનો શપથગ્રહણ સમારોહ 12 જૂને યોજાશે.

નાયડુ પરિવારની કંપનીના શેર 52 સપ્તાહને ટોચે

નાયડુ પરિવારની કંપની હેરિટેજ ગ્રૂપ (Heritage Foods)ની વાત કરીએ તો સોમવારે બીએસઈ પર કંપનીના સ્ટોકે ફરી 10 ટકાની અપર સર્કિટ પર પહોંચ્યો છે. આ ઉપરાંત સ્ટોક 52 સપ્તાહના ઉચ્ચસ્તરે 727.9 રૂપિયાએ પહોંચ્યો છે. બે સપ્તાહ પહેલા 23 મેએ આ સ્ટોકનો બંધ ભાવ 354.5 રૂપિયા હતો. ત્યારબાદ ત્રણ જૂનથી તેમાં સતત તેજી જોવા મળી રહી છે. નાયડુ પરીવારનો આ કંપનીમાં 35.71 ટકા હિસ્સો છે.

ચંદ્રબાબુએ 1992માં હિરિટેજ ગ્રૂપની સ્થાપના કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચંદ્રબાબુ નાયડુએ 1992માં હિરિટેજ ગ્રૂપની સ્થાપના કરી હતી. આ કંપની ડેરી, રિટેલ અને એગ્રી સેગમેન્ટનું કામ કરે છે. તાજેતરમાં જ નાયડુની પાર્ટીએ બંને ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતા તેમની કંપની પર રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ચંદ્રબાબુ નાયડુના દીકરા નારા લોકેશ આ કંપનીના પ્રમોટર છે.


Google NewsGoogle News