FD For Senior Citizen: વરિષ્ઠ નાગરિકો બેન્ક એફડી મારફત કર કપાતનો લાભ લઈ શકે

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
FD For Senior Citizen: વરિષ્ઠ નાગરિકો બેન્ક એફડી મારફત કર કપાતનો લાભ લઈ શકે 1 - image


Bank FD Rates: વરિષ્ઠ નાગરિકો ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી કર કપાતનો લાભ લઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 સી હેઠળ રૂ. 1.5 લાખ સુધીનો કર કપાત મેળવી શકે છે. સામાન્ય રીતે ફિકસ્ડ ડિપોઝીટ પર મળતા વ્યાજ પર ટેક્સ લાગૂ થાય છે. જો કે, વરિષ્ઠ નાગરિકો પાસે કર બચત એફડીમાં ટેક્સ ફ્રી રિટર્ન પ્રાપ્ત કરવાની તક છે.

સામાન્ય ધોરણે, કમ્યુલેટિવ એફડીમાં મેચ્યોરિટી પર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે, જ્યારે નોન-કમ્યુલેટિવ એફડી પર વ્યાજની ચૂકવણી સમયાંતરે કરવામાં આવે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80TTB અંતર્ગત ગ્રોસ આવકથી વાર્ષિક રૂ. 50 હજાર સુધી કપાતનો લાભ લઈ શકો છો. આ લાભ ટેક્સ સેવિંગ્સ એફડી પર ઉપાર્જિત વ્યાજ પર પણ લાગૂ થાય છે.

જેથી ધ્યાનમાં રાખવુ કે, કર કપાતનો લાભ મેળવવા વર્ષમાં બેન્ક સેવિંગ્સ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ, બેન્કિંગ સિક્યુરિટીઝ, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ સહિતની બચત યોજનામાં રૂ. 50 હજાર સુધીની મર્યાદા છે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા લાગૂ નથી. કારણ કે, મોટાભાગના વરિષ્ઠો વ્યાજની આવક પર નિર્ભર છે. વરિષ્ઠ નાગરિક ટેક્સ સેવિંગ્સ એફડીમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જેમાં એકસામટુ રોકાણ કરવાને બદલે નાના-નાના હિસ્સામાં ફાળવણી કરી કર બચતનો લાભ લઈ શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વરિષ્ઠ નાગરિક ટેક્સ સેવિંગ્સ એફડીમાં 7 ટકાના વ્યાજદર પર રૂ. 120546નું રોકાણ કરે છે, ત્યારે વર્ષના અંતે રૂ. 8662નું વ્યાજ મેળવશે, જે 50 હજારથી ઓછી રકમ હોવાથી કોઈ ટેક્સ કે ટીડીએસ ચૂકવવો પડતો નથી. બીજા વર્ષે તે રૂ. 129029નું રોકાણ કરે છે, અને તેમાં બીજા વર્ષે રૂ. 17947નું રિટર્ન મેળવે છે. પાંચ વર્ષ સુધી સમાન રકમનું રોકાણ કરવામાં આવે તો મેચ્યોરિટી સમયે રૂ. 49999.85નું વ્યાજ મળે છે. જેથી તે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.



Google NewsGoogle News