ટેક્સમાં બચત કરવી હોય તો આ પણ એક રસ્તો, થશે મોટો ફાયદો અને રસ્તો પણ સરળ
Image: FreePik |
Tax Savings Tips: ટેક્સ બચાવવાની અનેક રીતો છે. ઈનકમ ટેક્સ એક્ટમાં એવા ઘણા નિયમો છે કે, જેની મદદથી તમે ટેક્સમાં સરળતાથી બચત કરી શકો છો. કરદાતાઓ વિવિધ સેગમેન્ટમાં રોકાણ અને ખર્ચ કરેલી રકમ પર રિફંડ જેવા લાભો લઈ શકે છે. આજે અમે ટેક્સથી બચવા માટે વધુ એક વિકલ્પ જણાવવા જઈ રહ્યા છીએ. જે છે ક્લબિંગની જોગવાઈ.
તમે તમારા લાઈફ પાર્ટનર કે સગીર બાળકોના નામે અમુક રોકાણ કે ફંડ જમા કરી શકો છો. આ સ્થિતિમાં ઈનકમ ટેક્સ એક્ટની ક્લબિંગ ઓફ ઈનકમની જોગવાઈ લાગૂ થાય છે. એટલે કે પત્નિના એકાઉન્ટમાં રકમ જમા કરાવી અથવા તો રોકાણ કરી તમે ટેક્સમાં બચતના લાભો મેળવી શકો છો.
રિટર્ન ફાઈલ કરી દીધું? ફાઈલિંગ વખતે બેન્ક ખાતાને પ્રિ-વેલિડેટ કરાવજો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો
ક્લબિંગની જોગવાઈનો શું છે નિયમ
ઈનકમ ટેક્સ એક્ટની કલમ 60થી 64 સુધી "clubbing of income"ની જોગવાઈ લાગૂ છે. જો કોઈ સ્રોતમાંથી મળતી આવક તમારા નામે છે, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમ વ્યક્તિગત કરધારકો પર લાગૂ છે. જો સરળ ભાષામાં કહીએ તો તમે કોઈ પરિસ્થિતિઓમાં પોતાની પત્નિને નાણાં કે તમારી કમાણીનો હિસ્સો આપો છો, તો તેના પર મળતા વ્યાજ કે ડિવિડન્ડની કમાણીને તમારી આવક સાથે જોડવામાં આવશે. તો તેના પર ટેક્સ લાગૂ થાય છે. જેને ક્લબિંગ જોગવાઈ કહે છે. જો તમે આ રકમ પત્નિને ગિફ્ટ સ્વરૂપે આપો છો તો, તેના પર કોઈ ટેક્સ લાગૂ થશે નહિં. પરંતુ તેના પર મળતુ વ્યાજ અને નફા પર ક્લબિંગનો નિયમ લાગૂ થશે.
રોકાણ મારફત ટેક્સ બચતની રીત
જો તમારી પત્નિની આવક ઓછી અથવા નહિંવત્ત છે, તો તમે તેમના નામ પર રોકાણ કરી શકો છો. જેમ કે, ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ... આ સ્રોતોમાં પત્નિના નામે કરવામાં આવેલા રોકાણ પર કોઈ ટેક્સ લાગૂ થતો નથી. પરંતુ તેના મારફત થતી આવક પર ઓછો ટેક્સ લાગે છે. પત્નિના નામે બચત ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. બચત ખાતામાં વ્યાજ મારફત થતી રૂ. 10000 સુધીની કમાણી ટેક્સ ફ્રી છે.